Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 22
________________ પરદેશમાં જૈન ધર્મ : ૫ પાશ્ચાત્ય જૈન વિદ્વાનો અંગ્રેજ શાસનકાળ દરમિયાન કેટલાક બુદ્ધિજીવી અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિમાં ઊંડો રસ લેવા માંડયો. થોડા અંગ્રેજ વિદ્વાને તે સંસ્કૃતિ અને ધર્મના અભ્યાસ અર્થે જ ખાસ ભારત આવીને રહ્યા. અંગ્રેજ જ નહીં, ફ્રેંચ અને જમીન અને બીજા દેશના વિદ્વાનોએ જૈન ધર્મમાં ઊંડો રસ લઈ સાહિત્ય-સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યા. જૈન ધર્મ સંબંધી સર્વગ્રાહી માહિતી સર્વ પ્રથમ કોલમ્બુકે (Cobrooke) ૧૭૬૫–૧૮૩૭ દરમિયાન આપી. જૈન સાહિત્યમાં રસ લેનાર એ પ્રથમ વિદ્વાન હતા. તે પછી વિલ્સને (Wilson) ૧૭૮૪-૧૮૬૦ પણ કોલમ્બુકના કાર્યને આગળ વધાર્યું. આ બંનેએ રજૂ કરેલાં મંતવ્ય અને દલીલ સંપૂર્ણ સાચાં ન ગણી શકાય તેવાં પણ હતાં; છતાંયે તેમનું પ્રદાન નેધપાત્ર રહ્યું. જૈન ધર્મના ગ્રંથને પ્રથમ અનુવાદ ઓટો બેટલીકે ૧૮૪૭માં કર્યો. હેમચંદ્રાચાર્યના “અભિધાન ચિંતામણિને જર્મન ભાષામાં અનુવાદ બહાર પડયો. રિયુ (Rieu) નામના વિદ્વાને આ અનુવાદમાં મદદ કરી હતી. રેવન્ડ સ્ટીવનસને ૧૮૪૮માં કલ્પસૂત્ર અને નવતત્વના અનુવાદો અંગ્રેજીમાં કર્યા. ૧૮૫૮માં વેબરે શત્રુજ્ય માહામ્યમાંથી અને ૧૮૬૬માં ભગવતીસૂત્રમાંથી સુંદર ફકરાઓના (ચૂંટેલા) અનુવાદ બહાર પાડયા. વેબર સંસ્કૃતના વિદ્વાન હતા. પછીથી તેણે જૈન આગમમાં સંશોધન કર્યું અને ઘણા લેખે લખ્યા. વેબરનાં લખાણોમાંથી પ્રેરણા મેળવનાર

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50