Book Title: Pardeshma Jain Dharm Author(s): Vinod Kapashi Publisher: Jaybhikkhu Sahitya Prakashan TrustPage 20
________________ પરદેશમાં જૈન ધર્મ : 19 બર્મામાં જૈન ધર્મ અંગ્રેજોએ બર્મામાં કબજો જમાવ્યું તે બાદ હિંદવાસીઓ રંગુનમાં જવા લાગ્યા. સંવત ૧૯૪૦માં કચ્છના આસુભાઈ વાઘજીભાઈએ ભગવાનદાસભાઈ સાથેની ભાગીદારીમાં ભગવાનદાસ વેજીના નામથી ચેખાની પેઢી શરૂ કરી. સંવત ૧૯૪રમાં પાટણથી શેઠ મનસુખલાલ દોલતચંદ રંગુન આવ્યા અને હીરાના વેપારમાં ઝંપલાવ્યું. પછી તો પાટણ અને પાલણપુરથી ઘણું જેનેએ આવીને રંગુનમાં ઝવેરાત અને સોના-ચાંદીની દુકાને ઉઘાડી. આ બાદ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડથી પણ ઘણું જૈને બર્મામાં આવીને વસ્યા. ભારતના સ્વાતંત્ર્ય પહેલાં રંગુનમાં બેથી અઢી હજાર જૈને હતા. મેલમીન તથા માંડલેમાં પણ શેડાં જૈન કુટુંબે વસતાં હતાં. સંવત ૧૯૪૦માં મારવાડથી આવેલા શેઠ કીસનચંદજી ફેંગલીઆ નામે જયપુરના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને દર્શનને નિયમ હોવાથી તેઓ તેમની સાથે નાની રૂપાની પાશ્વનાથપ્રભુની પ્રતિમા લાવેલા. સંવત ૧૯૫૬માં મોગલ સ્ટ્રીટની બાજુમાં ૨૯મી ગલીમાં જગ્યા લઈને નાનું દેરાસર બંધાવ્યું અને ત્યાં આ પ્રતિમા પધરાવવામાં આવી. આ દેરાસર રંગુનના જૈન સંઘે બનાવ્યું હતું. સંવત ૧૯૬રમાં મહાવીર સ્વામીની પાષાણની પ્રતિમા મૂળ નાયક તરીકે પધરાવવામાં આવી. આ જ પ્રતિમા પાછળથી ૧૯૭ભાં ત્યાં મોટા દેરાસરમાં પધરાવવામાં આવી. આ મોટું દેરાસર ત્રણ માળનું છે. પહેલા માળે પાઠશાળા તથા નહાવાPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50