Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 27
________________ 26: જૈનદર્શન - શ્રેણી : ૪-૪ વર્તમાનપત્રોએ પણું વીરચંદભાઈનાં ભાષણેની નેંધ લીધી.. તેમના પ્રવચનના કારણે તેમને રીપ્ય ચંદ્રક એનાયત થયે. હતા. તેઓ અમેરિકામાં બેસ્ટન, ન્યૂયોર્ક, વોશિટન વગેરે શહેરમાં પ્રવચન આપવા ગયા. કાસાડેગામાં તેમને સુવર્ણ ચંદ્રક મળે. અમેરિકા બાદ તેઓ ઇંગ્લેંડ આવ્યા. ત્યાં પણ પ્રવચનમાળા શરૂ થઈ. તેમના પ્રવચનોથી પ્રભાવિત થઈને હર્બટ રન નામના અંગ્રેજ જૈન ધર્માનુરાગી બન્યા અને લંડનમાં જૈન લિટરેચર સેસાયટી સ્થાપી. તેઓએ જૈનીઝમ નામનું અંગ્રેજી પુસ્તક બહાર પાડયું હતું. વીરચંદ રાઘવજી ગાંધી ત્રણ વાર અમેરિકા અને ઇંગ્લૅન્ડ ગયા. ત્રણ વાર અસંખ્ય વ્યાખ્યામાં સ્થાનિક પ્રજાને અહિંસાને ઉપદેશ આપીને જન ધર્મને મહિમા સમજાવ્યું. - વિદેશમાં જઈને જૈન ધર્મને પ્રચાર કરનાર આ મુઠ્ઠી. ઊંચેરા પુરુષની સ્મૃતિમાં કશુંક સ્મારક બનવું જોઈએ. તેઓ બહુ નાની ઉંમરે ૭-૮-૧૯૦૧ના દિવસે મુંબઈમાં. અવસાન પામ્યા. ચિત્રભાનુજી તથા સુશીલકુમાર : ચિત્રભાનુજી વેતાંબર, ગુજરાતી જૈન સાધુ હતા. વિવાદના ઉગ્ર વા-વંટોળ વચ્ચે તેમણે વિદેશગમન કર્યું તેઓ પિતાની જાતને આચાર્ય કે સાધુ કહેવડાવતા નથી. હવે તે તેઓ ગુરુદેવના નામે ઓળખાય છે. તેમની વાણી. જુસ્સાભરી છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. તેઓ જ્ઞાની

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50