Book Title: Pardeshma Jain Dharm Author(s): Vinod Kapashi Publisher: Jaybhikkhu Sahitya Prakashan TrustPage 15
________________ 1 : જૈનદર્શન - શ્રેણી : ૪-૪ આપે છે. સંસ્થા તરફથી સની ડિરેકટરી પણ બહાર પડી છે. જીવદયામાં પણ આ સંસ્થા મોટા પ્રમાણમાં ભારતમાં સહાય મોકલે છે. બ્રિટનમાં આ સિવાય નવયુગ જૈન પ્રગતિ મંડળ, મહાવીર ફાઉન્ડેશન, ભક્તિ મંડળ, જૈન એસોસિએશન, વણિક સમાજ નામની સંસ્થાઓ છે. સહુ જૈન ધર્મના પ્રચારમાં યથાયોગ્ય ફાળો આપે છે. આ સંસ્થાઓ ખાસ તે પર્યુષણ અને મહાવીર જયંતી ખૂબ જ સારી રીતે ઊજવે છે. લંડનની બહારનાં ગામાં નાની નાની સંસ્થાઓ, મંડળ દ્વારા પ્રવૃત્તિઓ ચાલે છે. બર્મિંગહામ, કોવેન્ટ્રી વગેરે ગામના જૈને આ રીતે ધર્મ-ધ્યાન કરે છે. લંડન અને બહારના વિસ્તારમાં નાનાં નાનાં સાપ્તાહિક સ્વાધ્યાય મંડળ પણ છે. લંડનમાં શ્રીમદ્ રાજચંદ્રના સ્વાધ્યાય ઘણી જગ્યાએ થાય છે. આમાં સુધાબેન શાહનું નામ વિશેષ જાણીતું છે. શ્રી જાપાન જૈન સંઘ જાપાનનાં ચંદ જૈન કુટુંબોની યશગાથા : જાપાનના કેબે શહેરમાં માત્ર ૨૮ કુટુંબેએ પિતાના તન-મન-ધનથી એક અનુપમ જૈન દેરાસર બંધાવેલ છે. કીટાના વિસ્તારમાં ઘણા ધર્મોનાં કેન્દ્રો અને મંદિર છે. આ જ વિસ્તારમાં હવે જૈન દેરાસરનું નિર્માણ થયું છે. આરસપહાણના ઘુંમટવાળું અને સુંદર સ્થંભ તથા શિખરે મંડિત આ દેરાસર એપ્રિલ ૧૯૮૫ માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બે માળનું ફેરે-કેકીટ મકાન ઊભું કરાયું છે.Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50