Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 7
________________ 6 : જૈનદર્શન - શ્રેણી : ૪-૪ જૈનેનું પ્રમાણ અમેરિકાના વિસ્તારમાં ઓછું છે. ઇંગ્લેન્ડમાં જે ૨૫ થી ૩૦ હજાર જૈને વસે છે તેમાંનામાંથી પંદર હજાર ઉપર જૈને બૃહદ્ લંડનમાં વસે છે. બૃહદ્ લંડનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વળી જૈનેનું પ્રમાણ બીજા વિસ્તાર કરતાં વધારે છે. ઇંગ્લેન્ડમાં જે જૈને વસે છે તેની એક વિશેષ બાબત એ છે કે આમાંના મોટા ભાગના હાલારી વીસા ઓસવાળા છે. આમ મૂર્તિપૂજક જૈને, સ્થાનકવાસી, દિગંબર એ બધાય કરતાં ઓસવાળોની સંખ્યા સવિશેષ છે. આ ઓસવાળે મૂળ ભારતથી પૂર્વ આફ્રિકાના દેશમાં ગયેલા અને પૂર્વ આફ્રિકાના દેશની પરિસ્થિતિ પ્રતિકૂળ બનતાં જ ઘણા એશિયનેએ પૂર્વ આફ્રિકા છોડયું. ઓસવાળોમાંથી અર્ધા તે બ્રિટનમાં આવીને વસ્યા. બ્રિટનમાં ઓસવાળની સંસ્થા જેનોમાં સૌથી મોટી છે. એ પછી નવનાત વણિક એસોસિએશન આવે. (નવનાત વણિક એસોસિએશન ઓસવાળ સિવાયના જેને તથા અન્ય વણિકેની સંસ્થા છે.) જેકે નવનાત વણિક એસ. એસવાળને પણ આજીવન સભ્ય તરીકે સ્વીકારે છે. ઓસવાળની સંસ્થા, હાલારી ઓસવાળ સિવાયના જૈનેને આજીવન સભ્ય તરીકે નથી સ્વીકારતી. અમેરિકાના જૈનેને દાખલે સહુએ લે. જોઈએ. અમેરિકાના જેને પિતાને મહાવીરનાં સંતાને. માને છે અને જ્ઞાતિપ્રથા વગરની જૈનોની સંસ્થામાં મુખ્યત્વે માને છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50