Book Title: Papni Saja Bhare Part 04 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૧૪૩ અનીતિનું આચરણ કર્યું. કેટલાક સુશિક્ષિત લોકોએ, સ્નાતકોએ બેંક લૂંટી, ચેરી કરી, ડાકુગીરી કરી, સામુહિક બળાત્કાર કર્યો, હડતાલ પાડી, પત્થરબાજી કરી, આગ જલાવી, લૂંટફાટ કરી, આવું આવું અનીતિમય ઘણું ઘણું કર્યું. આવા સમાચારો તે છાપામાં ખૂબ જ વાંચવા મળે છે. સમાચારપત્ર અને સામાયિક-માસિકમાં પણ સર્વત્ર આવાં જ સમાચારોની ભરતી, ભરપૂર હોય છે. આજના સમાચારપત્ર, અન્ય સાપ્તાહિકે, સામાયિક, માસિકે પણ આવા જ સમાચાર પર આર્થિક રીતે નિર્ભર રહે છે. જીવી રહ્યા છે. શિક્ષણક્ષેત્રને એ હેતુ હતું કે ટી.વી. દૂરદર્શનને ઉપયોગ શિક્ષણના સાચા અર્થમાં જ કરવામાં આવશે. પરંતુ આજે તે દૂરદર્શનને હેતુ પણ મનોરંજન માત્ર છે. તેમાં પણ અકલીલતા ચરમ સીમા સુધી પહોંચી ગઈ છે અને સીનેમા અને દૂરદર્શનવાળા પણ હદ વટાવી ગયા છે. વિચારે તે ખરા કે આજના બાળ માનસ પર આની અસર કેવી થશે ? ઈન્દ્રિયોને બહટાવીને, મનને ભડકાવીને યુવકેની પાસે કેવાં કેવા પાપ નહીં કરાવે ? યુવાને તે જેવું શીખે છે તેવું આચરણ કરે છે. પરિણામ એવું આવશે કે દેશ-વિદેશમાં હિંસા જૂઠ, ચેરી, દુરાચારના પાપો ઓછા થવાની તે શકયતા જ નથી પરંતુ દિનપ્રતિદિન વધતા જ જાય છે, જેને આપણે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા. છીએ. ફકત પેટપૂર્તિના શિક્ષણને તે અનેક દેશે સ્પષ્ટ જ છે. આજના કહેવાતા સભ્ય સમાજના માનવીના જીવનમાંથી પણ અનેક પાપોની દુર્ગધ આવે છે. એટલે જ શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન કરવાની અત્યંત આવશ્યક્તા છે. કેટલાંક અંશે શિક્ષણક્ષેત્રને પાપનિવૃત્તિમૂલક સુસંસ્કાર યુક્ત બનાવવાની ખૂબ જરૂર છે. નહિ તે મેકેની આ શિક્ષણનીતિ પર નિર્ભર વર્તમાન શિક્ષણ દ્વારા માનવી કદાપિ ઉંચે આવી શકશે નહિ. ઉપધાનમાં પાપ નિવૃત્તિનું શિક્ષણ – ધાર્મિક ક્ષેત્રમાં ઉપધાન જ્ઞાનાચારને ભેદ બતાવવામાં આવ્યો છે. ગુરૂકુળમાં રહીને શિષ્યગુરૂ પાસેથી જ્યારે આગમિક-આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે જ્ઞાનની સાથે સાથે વ્રત-વિરતિ સંયમની સાધના પણું બતાવવામાં આવી છે. તેનું પાલન કરતા કરતા જ સાધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58