________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्]
[ ૪૯ માટે સ્વજનત્યાગથી પ્રાણિવધ વગેરે અધિક પાપહેતુ છે, અને સ્વજનોના પાલનમાં અવશ્ય પ્રાણિવધ વગેરે દોષો થાય છે. આ વાત પૂર્વે (૮૨મી ગાથામાં) કહી છે. (આથી આત્મહિત માટે સ્વજનત્યાગ હિતકર છે, અહિતકર નથી.) [૮૮]. अत्राह
एवंपि पावहेऊ, अप्पयरो णवर तस्स चाउत्ति ।
सो कह ण होइ तस्सा, धम्मत्थं उज्जयमइस्स ? ॥ ८९ ॥ वृत्तिः- 'एवमपि पापहेतुरेव अल्पतरो नवरं तस्य'-स्वजनस्य 'त्याग इति स' पापहेतुः ર્થ ન મતિ તી' પ્રવિત્રનો: “થપ્પર્થમુદ્યતઃ ' ?, પવન્ધવ રૂતિ યથાર્થ: I ૮૨ II વાદી પ્રશ્ન કરે છે–
એ પ્રમાણે પણ, એટલે કે પ્રાણિવધ વગેરે અધિક પાપહેતુ છે એમ માનવામાં પણ, સ્વજનત્યાગ પાપહેતુ છે જ, હા, અલ્પ પાપહેતુ છે, પણ પાપહતુ તો છે જ. આથી ધર્મ માટે ઉઘતમતિવાળા તે મુમુક્ષુને સ્વજનત્યાગ પાપનું કારણ કેમ ન થાય? થાય જ. [૪૯]. अत्रोत्तरमाह
अब्भुवगमेण भणिअं, ण उविहिचाओऽवि तस्स हेउत्ति ।
सोगाइंमिवि तेसिं, मरणे व विसुद्धचित्तस्स ॥ ९० ॥ वृत्तिः- 'अभ्युपगमेन भणितं' अन्यच्च तस्य त्याग (८३) इत्यादौ, 'न तु विधित्यागोऽपि' स्वजनस्येति गम्यते 'तस्य हेतुरिति', तस्येति-पापस्य न हेतुः, विधित्यागस्तु कथनादिना अन्यत्र निर्ममस्य, 'शोकादावपि तेषां'-स्वजनानां, 'मरण इव विशुद्धचित्तस्य' रागादिरहितस्य मरण इवेति च सिद्धः परस्य दृष्टान्तः, अन्यथा तत्रापि स्वजनशोकादिभ्यः પાપપ્રલર રૂતિ થાર્થ: | ૨૦ ||
પ્રશ્નનો ઉત્તર આપે છે
સ્વજનત્યાગ અલ્પ પાપહેતુ છે એનો અમે ગાથા ૮૩માં સ્વીકાર કર્યો છે. પણ એટલું ખ્યાલ રાખવું કે અવિધિથી કરેલો સ્વજનત્યાગ પાપહેતુ છે, વિધિથી કરેલો સ્વજનત્યાગ પાપહેતુ નથી. જો એમ ન માનવામાં આવે તો રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનો શોક વગેરે જે કરે. તેનું પણ પાપ મરનારને લાગે. રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનો શોક વગેરે જે કરે તેનું પાપ મરનારને ન લાગે એમ તો તમે પણ માનો જ છો. એટલે જેમ રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનાદિના શોક વગેરેનું પાપ મરનારને ન લાગે, તેમ વિધિથી દીક્ષા લેનારને સ્વજનાદિના શોક વગેરેનું પાપ ન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org