________________
૨૬ ૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વૃત્તિઃ- તતશ “
રવિહિતા: સન્તઃ “વૃત્તેિપશુપમા'- ‘વૃત્તેિોિપાવ' दित्यादिलक्षणया 'भुञ्जते, कड्ढेत्तु णमोकार'मिति पठित्वा नमस्कारं विधिना' वक्ष्यमाणलक्षणेन भुञ्जते, सन्दिशत पारयाम इत्यभिधाय 'गुरुणाऽनुज्ञाता:' सन्त इति गाथार्थः ॥ ३५५ ।।
પછી “આપ આજ્ઞા આપો કે અમે પ્રત્યાખ્યાન પારીએ (Eછોડીએ-પૂર્ણ કરીએ)” એમ ગુરુની આજ્ઞા માગે. ગુરુ આજ્ઞા આપે એટલે રાગ-દ્વેષથી રહિત બનીને, “વ્રણલેપ' વગેરે ઉપમાથી, નમસ્કારમંત્ર ગણીને, હવે કહેવાશે તે વિધિથી ભોજન કરે. વ્રણલેપ વગેરે ઉપમાઓને બતાવતી પ્રશમરતિની ગાથા આ પ્રમાણે છે
व्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् ।
पन्नग इवाभ्यवहरे-दाहारं पुत्रपलवच्च ॥ १३५ ॥ આ ગાળામાં સાધુ આહાર કેટલો કરે? શા માટે કરે ? કેવી રીતે કરે? આ ત્રણ પ્રશ્નોનું ક્રમશઃ સમાધાન કરવામાં આવ્યું છે. (૧) સાધુ વ્રણલેપ જેટલો આહાર કરે. શરીરમાં પડેલા વ્રણમાં (ચાંદામાં) લેપ કેટલો લગાડવાનો
હોય? લેપના થપેડા કરવાના હોય? ના. જેટલા લેપથી ત્રણમાંથી રસી નીકળી જાય અને તેમાં રૂઝ આવી જાય તેટલો જ લેપ જોઈએ. તેનાથી અધિક લેપ નકામો છે. તે પ્રમાણે સાધુએ જેટલા આહારથી ક્ષુધા શર્મ-સંયમનો નિર્વાહ થઈ શકે તેટલોજ આહાર લેવો જોઈએ.
વણલેપ દાંતની ઘટના બીજી રીતે પણ થઈ શકે. જુદી જુદી વ્યક્તિને જુદી જુદી જાતના ત્રણ હોય છે. કોઈનું વ્રણ લીમડાનું કડવું તેલ ચોપડવાથી જ મટે, કોઈનું ત્રણ જવના લોટની લોપરી લગાડવાથી જ મટે, કોઈનું ત્રણ ઘી આદિ ચિક્કણા પદાર્થોના લેપથી જ મટે, એ પ્રમાણે કોઈ સાધુનું શરીર રૂક્ષ આહારથી અનુકૂળ રહેતું હોય, તો કોઈ સાધુનું શરીર સ્નિગ્ધ આહારથી અનુકૂળ રહેતું હોય. આમ સાધુએ જેવા પ્રકારના આહારથી શરીર અનુકૂળ રહેતું હોય તેવા પ્રકારના આહારની જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને પ્રતિકૂળ આહારનો ત્યાગ કરવો જોઈએ. આ વિષયમાં બીજું દષ્ટાંત છે અક્ષોપાંગ. જેમ ગાડાના પૈડામાં તેલનું ઉંજણ પૈડું બરાબર ચાલે તેટલું જ જોઈએ, તેમ શરીરને આહાર પણ સંયમનો નિર્વાહ થાય તેટલો જ જોઈએ. સાધુઓએ સંયમના પાલન માટે આહાર લેવો જોઈએ, નહિ કે રસનાને રાજી રાખવા કે
શરીરને અલમસ્ત બનાવવા. (૩) સાધુ સર્ષની જેમ આહાર કરે. સર્પ ભક્ષ્યને મુખમાં લઈને ચાવતો નથી, કિંતુ સીધું ગળામાં
જ ઉતારી દે છે. એ પ્રમાણે સાધુએ પણ સ્વાદને વધારવા આહારને જમણી દાઢમાંથી ડાબી દાઢમાં અને ડાબી દાઢમાંથી જમણી દાઢમાં ફેરવીને ચાવવો નહિ જોઈએ. આ વિષયમાં
૧. યોગશતક ગાથા-૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org