Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 288
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૩ बाह्यचरणात्, न ह्यान्तरेऽसति यथोदिते बाह्ये यत्नः, शिष्यमधिकृत्याह - 'बाह्ये सति' चरणे' आज्ञात: ારણાત્ ‘કૃતરામાવેઽપ’ અન્તરવાળામાવેઽપિ ‘તુ ન ોષઃ’, છદ્મસ્થસ્થતિ થાર્થ: II ૬૦૦ || વિશુદ્ધ બાહ્ય ચારિત્રથી આંતરિક ચારિત્રરૂપ વિશુદ્ધભાવ જાણી શકાય છે. કારણ કે આંતરિક વિશુદ્ધ ચારિત્ર વિના યશોક્ત બાહ્ય ચારિત્રમાં પ્રયત્ન ન થાય. પ્રશ્ન- ક્યારેક આંતરિક વિશુદ્ધ ચારિત્ર વિના પણ દંભથી બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોય એવું ન બને ? ઉત્તર- ગુરુનું આંતરિક ચારિત્ર વિશુદ્ધ ન હોય તો પણ બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોય તો જિનાજ્ઞા પ્રમાણે વર્તવાથી છદ્મસ્થ શિષ્યને દોષ ન લાગે. (છદ્મસ્થ અંતરના પરિણામને જોઈ ન શકે, આથી જિનેશ્વરોએ ગુરુના બાહ્ય ચારિત્રની વિશુદ્ધિ જોઈને તેનો ગુરુ તરીકે સ્વીકાર કરવો એમ કહ્યું છે. આથી ગુરુની બાહ્ય ચારિત્રની વિશુદ્ધિ જોઈને ગુરુને સ્વીકારનાર શિષ્ય જિનાજ્ઞા પ્રમાણે વર્તે છે. આથી ગુરુમાં આંતરિક ચારિત્ર વિશુદ્ધ ન હોય તો પણ બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોય તો શિષ્યને દોષ ન લાગે.)[૬૦૦] तथा चाह सीसस्स हवइ एत्थं, परिणामविसुद्धिओ गुणो चेव । सविसओ एसोचिअ सत्थो सव्वत्थ भणियमिणं ॥ ६०१ ॥ વૃત્તિ:- ‘શિષ્યસ્ય મવત્વત્ર', 1 ટોષ તિ યોગઃ, અપિ તુ ‘પરિણામવિશુદ્ધેઃ' બારાવ્ ‘મુળ વ’ શિષ્યસ્ય, ‘સ્વવિષયો' હવુાલમ્બન ‘ષ વ' રામ: ‘શસ્ત: ' શોમન: ‘સર્વત્ર’ વસ્તુનિ, ‘ગિતમિવું' વક્ષ્યમાનું, માવતિ ગાથાર્થ: || ૬૦૨ || આપણે ક્રોધમાં હોઈએ ત્યારે આપણી આજુ-બાજુમાં અશુભ પરમાણુઓ ફેલાય છે. એ પરમાણુઓની ઝપટમાં જે આવી જાય તેનું મન પણ અશુભ બની જાય. તે રીતે આપણે ક્ષમાથી ભાવિત હોઈએ ત્યારે આપણી આજુબાજુ શુભ પરમાણુઓ ફેલાય છે. એ પરમાણુઓની ઝપટમાં આવી જનારનું મન પણ શુભ બની જાય. ક્યારેક આપણા સારા-નરસા વિચારોની તત્કાળ અન્ય વ્યક્તિ ઉપર અસર થાય છે. આથી જ લોકમાં કહેવાય છે કે “જેવો ભાવ તેવો પડઘો.” એક મણ વજન લઈને એક માજી રસ્તામાં બેઠાં હતાં. એક માણસ ઊંટ ઉપર બેસીને નીકળ્યો. એણે શરાબ પીધો હતો. માજીએ કહ્યું : દીકરા તું કયા ગામ જાય છે ? પેલાએ કહ્યું : આ ગામ આવે છે એ નહિ, તે પછીના ગામે. માજીએ વિનંતી કરી : ઊંટ ખાલી છે. તું એકલો જ બેઠો છે. હું વૃદ્ધ છું, અને ગરીબ છું. આટલું વજન ઊંટ પર નાખી દે. ગામના ઝાંપે પોટલું મૂકી દેજે. હું ચાલતી ચાલતી આવું છું. મારા ગરીબનું કોઈ કાંઈ લેશે નહિ. પછી હું લઈ જઈશ. પેલાએ કહ્યુ : આ કંઈ ભાડૂતી ઊંટ નથી, સવારીનો ઊંટ છે. નશામાં હતો એટલે માજીની વાત ઉડાડી મૂકી, અને જતો રહ્યો. બે ગાઉ ગયો ત્યાં નશો ઉતરી ગયો. એને અક્કલ આવી ઃ આટલી મોટી ઉંમરના માજી અને આ વૃદ્ધાવસ્થાએ આટલા તડકામાં એક મણ વજન ઉંચકીને જાય છે. નક્કી એ પોટલામાં કાંઈ કિંમતી વસ્તુ હોવી જોઈએ. મેં મૂર્ખાએ ભૂલ કરી. ઊંટ ઉપર પોટલું મૂકી લઈને નીકળી ગયો હોત તો માજી મને ક્યાં પકડત ? પોટલામાં ઓછામાં ઓછો બસો રૂપિયાનો માલ તો હશે જ. નશાએ મને સમજ પાડી નહિ. પછી વિચાર આવ્યો : હજી ક્યાં બગડી ગયું છે. લાવ પાછો જાઉં. એ ઊંટ લઈને પાછો ફર્યો. માફ કરજો, માજી, જરાં પીધું હતું એટલે ખ્યાલ ન રહ્યો. બાકી હું તો તમારો દીકરો કહેવાઉં. લાવો પોટલું હું લઈ જાઉં. પેલાએ નરમાશથી કહ્યું. આ સાંભળી ડોશીએ કહ્યું : “હવે નહિ આપું,’” પેલાએ સવાલ કર્યો : ‘“કેમ ?’’ માજીએ જવાબ આપ્યો : “તને જે કહી ગયો એ પાછો મને ય આવીને કહી ગયો. તને જેણે કહ્યું કે તું લઈ આવ એ મને પણ કહી ગયો કે હવે આપીશ નહિ. એ તો જેવો ભાવ એવો પડઘો સામે પડ્યો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322