________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૩૭
અમુકનો નહિ એમ ભેદ શા માટે? જેના ઉપર રાગ છે તેનો રાગના કારણે ત્યાગ નથી કર્યો અને જેના ઉપર દ્વેષ છે તેનો દ્વેષના કારણે ત્યાગ કર્યો છે. રાગદ્વેષથી સામાયિકનો ભંગ થાય છે.
ઉત્તર-પ્રત્યાખ્યાન તિવિહાર આદિ ભેદથી લેવામાં આવે તો પણ સામાયિકને બાધા પહોંચાડતું નથી જ, અર્થાત્ તેવા પ્રત્યાખ્યાનથી સામાયિકનો = સમભાવનો ભંગ થતો નથી. કારણ કે તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનાર ત્યાગ નહિ કરેલા આહારમાં પ્રવૃત્તિ અને ત્યાગ કરેલા આહારથી નિવૃત્તિ સમભાવપૂર્વક કરે છે. અર્થાત જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે માટે ત્યાગ નથી કર્યો એવું નથી. કિંતુ શાસ્ત્રમાં કહેલા આહાર લેવાના સુધાદિ કારણોથી ત્યાગ નથી કર્યો. તથા જેનો ત્યાગ કર્યો છે તેના ઉપર દ્વેષ છે, માટે ત્યાગ કર્યો છે એવું નથી, પણ શાસ્ત્રમાં જે (રોગ વગેરે) કારણોથી આહાર લેવાનો નિષેધ કર્યો છે તે કારણોથી ત્યાગ કર્યો છે. આથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનારને જેનો ત્યાગ નથી કર્યો તેમાં પ્રવૃત્તિ અને જેનો ત્યાગ કર્યો છે તેનાથી નિવૃત્તિ એ બંને વિષે સમભાવ હોય છે. જેમ સાધુને અમુક સ્થાનને છોડીને બીજા સ્થાને જવામાં છોડેલા સ્થાન પ્રત્યે દ્વેષ નથી અને સ્વીકારેલા સ્થાન પ્રત્યે રાગ નથી, કિંતુ બંને પ્રત્યે સમભાવ છે, તેમ અહીં ત્યાગ કરેલા અને ત્યાગ નહિ કરેલા એ બંને આહાર પ્રત્યે સમભાવ છે. જો બંને પ્રત્યે સમભાવ ન હોય તો સામાયિકનો અભાવ થાય. બધા સ્થળે એકી સાથે પ્રવૃત્તિ ન થઈ શકે, અર્થાત્ ત્યાગ-સ્વીકાર, પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરે એકી સાથે ન થઈ શકે, બેમાંથી કોઈ એક થઈ શકે. એથી સાધુ કોઈ એકનો ત્યાગ અને અન્યનો સ્વીકાર કરે, અથવા કોઈ એકથી નિવૃત્તિ અને કોઈ એકમાં પ્રવૃત્તિ કરે તો સમભાવનો ભંગ થતો નથી. [૨૬]
उभयाभावेऽपि कुओऽवि अग्गओ हंदि एरिसो चेव ।
तक्काले तब्भावो, चित्तखओवसमओ णेओ ॥ ५२७ ॥ વૃત્તિઃ- 1 વ્યારા | (સામાયિકમાં પતનનો સંભવ હોવા છતાં અપવાદો કેમ નહિ તેનું સમાધાન કરે છે...)
પ્રશ્ન-સામાયિક સુભટભાવ તુલ્ય હોવા છતાં કાલાંતરે કોઈ જીવના પતનનો સંભવ તો ખરો જ. આથી અપવાદસહિત સામાયિકનો સ્વીકાર કરવો યોગ્ય છે.
ઉત્તર- (૩mગોત્ર) કાલાંતરે (સાધુના પક્ષમાં સામાયિક લીધા પછી તેનું પાલન કરતી વખતે. સુભટના પક્ષમાં યુદ્ધ કરતી વખતે) (ગોવિ =) કોઈ કારણથી (સાધુના પક્ષમાં પરીષહ વગેરે
पञ्चमपञ्चाशकगतैषाऽपि, तद्व्याख्या चैवं तत्र-ननु यद्यपि सामायिकं सुभटाध्यवसायतुल्यं तथापि कस्यापि प्राणिनः कालान्तरे तस्य प्रतिपातः सम्भवति इत्यतः तदपि सापवादमेव कत्तुं युक्तमत्रोत्तरमाह-'उभये 'त्यादि, 'उभयस्य' (मरणस्य भाववैरिजयस्य च) सुभटदृष्टान्तापेक्षया तु मरणरिपुविजयलक्षणस्य द्वयस्याभावः-असत्ता उभयाभावस्तत्रापि, आस्तां तदभ्रंशे, 'कुतोऽपि' कस्मादपि परिषहानीकभयादेः 'अग्रतः' पुरतः सामायिकप्रतिपत्तेरनन्तरं तत्पालनावसरे सुभटपक्षे तु संग्रामकाल इत्यर्थः, 'हन्दी 'त्युपप्रदर्शने, 'ईदृश एव' मर्त्तव्यं भाववैरिविजयो वा विधेय इत्येवंविध एव, न पुनरपवादाभिमुखस्तद्भाव इति योगः, कदेत्याह-'तत्काले' सामायिकप्रतिपत्तिकाले सुभटपक्षे तु संग्रामाभ्युपगमकाले, कोऽसावित्याह-'तद्भावः सामायिकप्रतिपत्तिपरिणामोऽन्यत्र तु सुभटाध्यवसाय:, कथमेतदेवमित्याह-'चित्रक्षयोपशमतः' कर्मक्षयोपशमवैचित्र्यात् 'ज्ञेयो' ज्ञातव्यः, एवंविधो हि तस्य क्षयोपशमो भवति यतोऽवश्यप्राप्तव्यमनोभङ्गत्वेऽपि साधुसुभटस्यादावुक्त एव भावो भवतीति गाथार्थ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org