________________
૬૦ ]
.
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સૌમ્યતા કેવી છે ! નિષ્ણકંપતા પણ કેવી છે ! સદા કાઉસ્સગ્ગમાં રહેવાથી જીર્ણશેઠે જાણ્યું કે ભગવાનને ચાર માસનો અભિગ્રહ છે = ચાર મહિનાના ઉપવાસ છે. ચાર માસ પૂર્ણ થયા. પારણાનો દિવસ આવ્યો. ભિક્ષા લેવા માટે નીકળેલા ભગવાનને જીર્ણશેઠે રસ્તામાં જોયા. આ વખતે જીર્ણશેઠને મનોરથ થયો કે - અહો ! જો ભગવાન મારા ઘેરથી આહાર વહોરે તો હું ધન્ય બની જાઉં. પછી જલ્દી પોતાના ઘરે ગયો. વધતા સંવેગે ભગવાનના આગમનની રાહ જોવા લાગ્યો. અદીનપણે ગોચરી માટે ફરતા ભગવાને પણ અભિનવશેઠના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે પણ ભગવાનને જોઈને (બાફેલા) અડદ વગેરે ભોજન ઈચ્છા પ્રમાણે (દાસી દ્વારા) અપાવ્યું. ભગવાનના માહાત્મ્યથી (પાંચ) દિવ્યો પ્રગટ થયાં. સાડાબાર ક્રોડ સોનામહોરની વૃષ્ટિ થઈ. લોકોએ ખરેખર આ કૃતપુણ્ય (= પુણ્યશાળી) છે એમ અભિનવશેઠની પ્રશંસા કરી. જીર્ણશેઠે પણ ભગવાનને પારણું થઈ ગયું એમ (દુંદુભિના અવાજથી) સાંભળ્યું. આ સાંભળીને ભગવાન મારા ઘરે ન પધાર્યા એવા વિચારથી એના વધી રહેલા આત્મપરિણામ સ્થિર થઈ ગયા. ભગવાન બીજે સ્થળે વિહાર કરી ગયા. તે જ દિવસે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કોઈ કેવલી ભગવંત વૈશાલીનગરીમાં પધાર્યા. તેમના આગમનની ખબર પડતાં નગરના લોકો તેમને વંદન કરવા માટે ગયા. વંદન કરીને પૂર્વે થયેલ સુવર્ણવૃષ્ટિથી વિસ્મિત બનેલા લોકોએ કેવલી ભગવંતને પૂછ્યું : હે ભગવંત ! આ નગરીમાં આજે કોણ પુણ્યશાળી બન્યો છે ? કોણ મહાન પુણ્યસમૂહને ઉપાર્જન કરીને કૃતાર્થ બન્યો છે ? કેવલી ભગવંતે કહ્યું : જીર્ણશેઠ પુણ્યશાળી અને કૃતાર્થ બન્યો છે. લોકોએ પૂછ્યું : ભગવાન શ્રી મહાવીરસ્વામીએ તેના ઘરે પારણું કર્યું નથી, અને તેના ઘરે સુવર્ણવૃષ્ટિ પણ થઈ નથી. તો પછી જીર્ણશેઠ પુણ્યશાળી અને કૃતાર્થ કેવી રીતે બન્યો ? કેવલી ભગવાને કહ્યું : તેણે ભાવથી પારણું કરાવ્યું જ છે. વળી તે વખતે તેના એવા શુભ પરિણામ હતા કે જો તેણે તીર્થંકરના પારણાના સમાચાર થોડા મોડા સાંભળ્યા હોત તો અતિશય વધતા સંવેગથી ક્ષપકશ્રેણિ પામીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હોત. વળી પોતે પ્રાપ્ત કરેલ અતિશય શ્રદ્ધાથી (=સમ્યગ્દર્શનથી) તેણે અવિનાશી એવા 'સુખને પ્રાપ્ત કર્યું છે. આથી મહાનપુણ્યસમૂહ ઉપાર્જન કરવાથી જીર્ણશેઠ કૃતાર્થ થયો છે. પારણું કરાવનાર અભિનવશેઠને તેવા પરિણામ ન હતા. આથી તે જીર્ણશેઠની જેમ કૃતાર્થ થયો નથી. તેના ઘરે સુવર્ણવૃષ્ટિ થઈ એ તો આ જન્મનું(જ) થોડું ફલ છે. [૩૪૯-૩૫૦]
इअरे उ निअट्ठाणे, गंतूणं धम्ममंगलाईअं ।
कंति ताव सुत्तं, जा अन्ने संणिअट्टंति ॥ ३५१ ॥
વૃત્તિ:- ‘હતો તુ' મન્યુવનીવા: ‘નિનસ્થાને' ૩પવેશનમાશ્રિત્વ ‘મત્વા’, જિમિત્યાદ‘ધર્મમઙજ્ઞાતિ વષત્તિ' પન્તિ'તાવપૂર્ણ યાવચ્ચે'-સાધવ:‘સન્નિવર્તન' કૃતિ થાર્થ: ॥ રૂશ્ ॥ માંડલીભોજી સાધુ પોતાના આસને બેસીને ગોચરીએ ગયેલા બીજા સાધુઓ આવે ત્યાં સુધી ‘ધો મંત’ વગેરે સૂત્રોનો પાઠ કરે. [૩૫૧]
૧. અહીં સમ્યગ્દર્શનના પ્રભાવથી સમ્યગ્દષ્ટિના અનુભવમાં આવતું આધ્યાત્મિક સુખ સમજવું, અથવા વિનિ ભૂતવડુપવાર એ ન્યાયથી ભવિષ્યમાં અવશ્ય મળનારા મોક્ષસુખની અપેક્ષાએ આની ઘટના થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org