Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 14
________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ( દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના ] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ સમસ્ત વિશ્વનું સ્વરૂપ પ્રગટ કર્યું. ગણધર ભગવંતોએ પરમાત્માએ પ્રગટ કરેલ વિશ્વના એ સત્ય સ્વરૂપને દ્વાદશાંગીમાં રજૂ કર્યું અને પાછળ પાછળના આચાર્યોએ બાળજીવોના બોધ માટે વિશદ વિવચનપૂર્વક એ સત્યને રજુ કરતા ગ્રન્થો રચ્યા. આ છે જિનશાસનનું અપૂર્વ ધૃતનિધાન. શ્રતનિધિને આર્યરક્ષિતસ્વામીએ બાળજીવોને સ્પષ્ટ સમજાય એ માટે ચાર અનુયોગમાં પૃથક કર્યો. તેમનાં પૂર્વે દરેક સૂત્રોમાં ચાર અનુયોગ સમુદિત હતા. તે ચાર અનુયોગ આ પ્રમાણે છે – (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ તથા (૪) ધર્મકથાનુયોગ... દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્ય, ગુણ, પર્યાયો, કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, કર્મનાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ગુણસ્થાનકો, માર્ગણાસ્થાનકો, સત્યદાદિ પદોથી પદાર્થોની વિચારણા વગેરે સૂક્ષ્મ વિષયોનો સંગ્રહ મળે છે.... ગણિતાનુયોગમાં ગણિતનો વિષય પ્રધાન જેમાં હોય તેવા પદાર્થોનું નિરૂપણ છે. જેમકે દ્વીપ સમુદ્રોની ગણના, ક્ષેત્રફળો, પર્વતો, નદીઓ, ક્ષેત્રો, કૂટો વગેરેનું નિરુપણ છે, તથા સૂર્ય ચન્દ્રનાં મંડળો, સૂર્ય-ચન્દ્રનો ચાર વગેરે વગેરે... કર્મસાહિત્યના ગ્રન્થોમાં પણ વિશદ ગણિતાનુયોગ સમાયેલ છે. ચરણકરણાનુયોગમાં આચારગ્રન્થો આવે છે. એટલે કે સાધુ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96