Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 32
________________ દ્વાર ૬ઠ્ઠ-૭મુ-કષાય-લેશ્યા દ્વાર ઠ્ઠ - કપાય કષાય :- કષ = સંસાર, આય = લાભ જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તે ચાર છે. ક્રોધ, માન, માયા, લોભ. સર્વે દંડકમાં ચારે કષાય હોય છે. ( દ્વાર ૭મુ - વેશ્યા | જેનાથી આત્મામાં કર્મ ચોંટે તેવા કૃષ્ણાદિ દ્રવ્યોના સાન્નિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે વેશ્યા. એમાં પરિણામને ભાવલેશ્યા કહેવાય છે; અને ભાવલેશ્યામાં કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્યને દ્રવ્યલેશ્યા કહેવાય છે. આવી વેશ્યા છ છે. લેશ્યાના પરિણામને સમજવા જાંબુ ખાવા ઈચ્છતા છ મનુષ્યોનું દિષ્ટાંત ઉપયોગી છે. તે આ પ્રમાણે છે – ૧ લા માણસે વિચાર્યું કે ઝાડને મૂળથી ઉખેડી નાંખીએ. ૨ જા માણસે વિચાર્યું કે મોટી ડાળીઓ કાપીએ. ૩ જા માણસે વિચાર્યું કે નાની ડાળીઓ કાપીએ. ૪ થા માણસે વિચાર્યું કે જાંબુના ઝુમખા કાપીએ. ૫ મા માણસે વિચાર્યું કે જાંબુના ફળ જ કાપીએ. ૬ ટ્ટા માણસે વિચાર્યું કે નીચે પડેલા જાંબુના ફળ ખાઈએ. ૧ લા માણસના જેવા અત્યંત ક્રૂર પરિણામ તે કૃષ્ણલેશ્યા. ૨ જા માણસના જેવા કંઈક ઓછા કૂર પરિણામ તે નીલલેશ્યા. ૩ જા માણસના જેવા તેથી ઓછા ક્રૂર પરિણામ તે કાપોતલેશ્યા. ૪ થા માણસના જેવા કંઈક સારા પરિણામ તે તેજલેશ્યા. ૫ મા માણસના જેવા વધુ સારા પરિણામ તે પદ્મવેશ્યા. ૬ ટ્ટા માણસના જેવા અત્યંત શ્રેષ્ઠ પરિણામ તે શુફલલેશ્યા.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96