Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 35
________________ ૧૦ દ્વાર ૯મુ-સમુદ્યાત પુગલો લઈ નવું વૈક્રિય શરીર બનાવે છે. આ સમુદ્યાતમાં વૈક્રિય શરીરનામકર્મના ઘણા કર્મોને ખપાવે છે. (૫) તૈજસ સમુદ્યાત :- તેજોલેશ્યાની લબ્ધિવાળો જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી તેજોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તેનાથી તેજોવેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. આ વખતે તૈજસ નામકર્મના પુગલોને ખપાવે છે. (૬) આહારક સમુદ્યાત :- આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુનિભગવંત આહારક શરીર બનાવે ત્યારે આહારક સમુઘાત કરે છે. તેની પ્રક્રિયા વૈક્રિય સમુઘાતની માફક જાણવી. આ સમુઘાતમાં આહારક શરીર નામકર્મના પુદ્ગલોને ખપાવે છે. () કેવલી સમુદ્યાત - જે કેવલજ્ઞાની ભગવંતોને આયુષ્યકર્મ કરતાં નામ-ગોત્ર અને અંતરાયકર્મની સ્થિતિ વધારે હોય છે, તે કેવલીભગવંતો સ્થિતિને સમાન કરવા માટે ૧૩ મા ગુણઠાણાનું છેલ્લું અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે ૮ સમયમાં કેવલી સમુદ્યાત કરે છે. તેના પ્રથમ સમયે શરીરમાંથી આત્મપ્રદેશોને ઉપર-નીચે બહાર કાઢી ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. બીજા સમયે દંડમાંથી પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ આત્મપ્રદેશો લોકાંત સુધી ફેલાવી કપાટ કરે છે. ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ-પશ્ચિમ આત્મપ્રદેશો ફેલાવી મંથાન કરે છે. ચોથા સમયે લોકના બાકી રહેલા વિદિશાના ખૂણા પૂરી દે છે. પાંચમા સમયે આત્મપ્રદેશોનો સંહાર કરતાં મંથાન રૂપ બને છે. છટ્ટા સમયે કપાટરૂપ બને છે. સાતમા સમયે દંડ થાય છે. આઠમા સમયે મૂળ શરીરમાં આત્મપ્રદેશો આવી જાય છે. આમ કરતાં આયુષ્ય સિવાયના બાકીના ત્રણે અઘાતી કર્મની ઘણી નિર્જરા કરે છે. આમાં ૧લા તથા ૮મા સમયે ઔદારિક કાયયોગ, રજા, દઢા, ૭માં સમયે ઔદારિક મિશ્ર કાયયોગ તથા ૩જા, ૪થા, પમા સમયે કાર્પણ કાયયોગ હોય છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96