Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 47
________________ ૨ ૨ ગાથા-શબ્દાર્થ ચઉ ગભ-તિરિય વાઉસ, મમુઆણં પંચ સેસ તિસરીરા ! થાવરચઉગે દુહાઓ, અંગુલઅસંખભાગત૭ ૫ ગર્ભજ તિર્યંચ અને વાયુકાયને વિષે ચાર, મનુષ્યોને પાંચ તથા બાકીના દંડકમાં ત્રણ શરીર હોય છે. સ્થાવર ચતુષ્કમાં 3 (ઉત્કૃષ્ટ અને જઘન્ય) બેય રીતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય છે. (૫) સલ્વેસિં પિ જહન્ના, સાહાવિય અંગુલમ્સ અસંખંસો ઉફકોસ પણસયધણુ, નેરઇયા સત્ત હ– સુરા II ૬ II સર્વ જીવોની સ્વાભાવિક શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ઉત્કૃષ્ટ અવગાહના નારકીને પાંચસો ધનુષ્યની છે. દેવોને સાત હાથની છે. (૬) ગભતિરિ સહસ જોયણ, વણસ્સઈ અહિય જોયણસહસ્સે નર તેઇંદિ તિગાઊ, બેઇંદિય જોયણે બાર II II ગર્ભજ તિર્યંચને હજાર યોજન છે, વનસ્પતિકાયને સાધિક હજાર યોજન છે, મનુષ્ય-તેઈન્દ્રિયને ત્રણ ગાઉ છે; બેઈન્દ્રિયને બાર યોજન છે. (૭) જોયણ-મેગે ચઉરિંદિ, દેહ-મુચ્ચત્તર્ણ સુએ ભણિએ ! વેઉબ્રિય-દેહં પણ, અંગુલ-સંપ્નસમારંભે II ૮ I ચઉરિન્દ્રિયના શરીરની ઉંચાઈ એક યોજન શ્રુતમાં કહી છે. ઉત્તરક્રિય શરીરની પ્રારંભમાં અવગાહના અંગુલના સંખ્યામાં ભાગ જેટલી હોય છે. (૮) દેવ નર અહિયલફખ, તિરિયાણં નવ ય જોયણ-સયાઇ 1 દુગુણં તુ નારયાણ, ભણિયં વેઉવિય-સરીરં II ૯ II ૧૩. અહીં ભવધારણીય ઔદારિક શરીરની અવગાહના કહી છે, નહીંતર ઉપપાત અને સમુઘાતમાં તૈજસ કામણ શરીરની અવગાહના વધારે હોય છે. તેવી જ રીતે આગળ પણ બધે જાણવું.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96