Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 74
________________ આઠ જંબૂકૂટો ૪૯ ચિત્ર નં. ૯ બાહ્યવન ઉત્તર મધ્યવન ૧00 100 યોજનયોજન વિસ્તાર વિસ્તાર્ચ પશ્ચિમ મત દક્ષિણ આઠ જંબૂકૂટના ચિત્રની સમજણ : ઉત્તરકુરુક્ષેત્રની મધ્યમાં જંબૂવૃક્ષ છે. તેને ફરતા ત્રણ વનો છે. ચિત્રમાં જંબૂવૃક્ષને ફરતા ત્રણ વનો બતાવ્યા છે. પ્રથમ વનમાં ચાર દિશામાં ચાર ભવનો તથા ચાર વિદિશામાં ચાર પ્રાસાદો છે. આઠની મધ્યમાં કૂટો બતાવ્યા છે. આ આઠ કૂટો ઉપર પણ એક એક શાશ્વત જિનમંદિર છે. જંબૂવૃક્ષને ફરતા નાના નાના અનેક જંબૂવૃક્ષોના છ વલયો છે. ચિત્રમાં બધુ આપવાની મુશ્કેલી હોઈ તે બતાવેલ નથી. મૂળ જંબૂવૃક્ષની ટોચ ઉપર તથા પ્રથમ વલયના ૧૦૮ જંબૂવૃક્ષો ઉપર પણ એક-એક શાશ્વત જિનમંદિર છે. જંબૂવૃક્ષ તથા જંબૂકૂટોની જેમ જ દેવકુરુમાં શાલ્મલી વૃક્ષ અને શાલ્મલી કૂટો સમજવાના છે. સમાન હોવાના કારણે જુદું ચિત્ર આપ્યું નથી.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96