Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 80
________________ દ્વાર ૧૦ - નદી ૫૫ અનુક્રમે પૂર્વ સમુદ્ર તથા પશ્ચિમ સમુદ્રને મળે છે. ભરત-ઐરવતમાં વહેતી બંને નદીઓને સમુદ્ર સુધી જતા રસ્તામાં ૧૪,000-૧૪,000 નદીઓ મળે છે. હિમવંત-હિરણ્યવંતમાં વહેતી બંને નદીઓને સમુદ્ર સુધી જતા રસ્તામાં ૨૮,૦૦૦-૨૮,૦૦૦ નદીઓ મળે છે. હરિવર્ષરમ્યમાં વહેતી બંને નદીઓને સમુદ્ર સુધી જતા રસ્તામાં પ૬,૦૦૦પ૬,૦૦૦ નદીઓ મળે છે. મહાવિદેહ ક્ષેત્રમાં બે મોટી નદીઓ સીતા-સીતોદા વહે છે. નિષધ પર્વતના તિગિચ્છી દ્રહમાંથી સીતોદા નદી નીકળી પર્વત ઉપરથી નીચે પડીને દેવકુરુમાં વહીને મેરુથી ર યોજન બાકી રહે ત્યારે પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કરતી મધ્યમાં વહી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ જ રીતે નીલવંત પર્વતના કેસરી સરોવરમાંથી સીતા નદી નીકળીને પર્વત ઉપરથી નીચે પડીને ઉત્તરકુરુમાં વહીને મેરુથી ર યોજના બાકી રહે ત્યારે પૂર્વ તરફ વળીને પૂર્વ મહાવિદેહના બે વિભાગ કરતી પૂર્વ સમુદ્રને મળે છે. આ બંને નદીઓને નીચે મુજબ નદીઓ મળે. (૧) કુરુક્ષેત્રમાં (સીતોદાને દેવકુરુમાં, સીતાને ઉત્તરકુરુમાં) ૮૪,000 નદીઓ. (૨) મહાવિદેહમાં દરેક નદીને ૧૬-૧૬ વિજયમાં વહેતી ગંગા સિંધુ અથવા રતા રતવતી નામની નદીઓ પણ મળે. (૩) ગંગા-સિંધુ અથવા રક્તા-રક્તવતી દરેક ચૌદ ચૌદ હજારના પરિવારને ધારણ કરે છે. તેથી ચૌદ ચૌદ હજારના પરિવાર સહિત જ આ નદીઓ મળે છે એટલે પરિવાર નદીઓ દરેકને ૧૪,000 X ૩૨ = ૪,૪૮,૦૦૦ નદીઓ. (૪) મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ દરેક તરફ છ છ અંતર્નદીઓ વહે છે જે નિષધ-નીલવંતમાંથી નીકળી સીતા કે સીતોદાને મળે છે, એટલે સીતા-સીતોદા દરેકને છ-છ અંતર્નદીઓ મળે છે..

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96