________________
દ્વાર ૬-૭ - તીર્થ-શ્રેણી
વિસ્તારવાળા છે. આમ૨૩ કુલ ૫૮ ભૂમિકૂટો થયા.
૫૧
દ્વાર ૬ - તીર્થ
ગંગા નદી પૂર્વ સમુદ્રને મળે છે તે સ્થળે માગધતીર્થ છે. સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે તે સ્થળે પ્રભાસ તીર્થ છે. બંને વચ્ચે વરદામ તીર્થ આવેલ છે. ભરત ઐરવતમાં ત્રણ ત્રણ તીર્થો છે. તે રીતે મહાવિદેહની પ્રત્યેક વિજયમાં પણ ત્રણ ત્રણ તીર્થો આ જ નામવાળા આવેલ છે. જંબુદ્રીપમાં કુલ ૧૦૨ તીર્થો થયા.
દ્વાર ૭ - શ્રેણી
વૈતાઢ્ય પર્વતની પ્રથમ મેખલામાં૨૪ બેય બાજુ બે બે વિદ્યાધરોની શ્રેણીઓ આવેલી છે. તેવી જ રીતે બીજી મેખલામાં પણ બેય બાજુ આભિયોગિક દેવોનાં ભવનોની શ્રેણી છે.
દરેક વૈતાઢ્ય પર ચાર ચાર શ્રેણી થઈ કુલ ૩૪ ૪ ૪ = ૧૩૬ શ્રેણી થઈ.
ભરતક્ષેત્રમાં મેખલાઓ ઉત્તર તરફ મોટી અને દક્ષિણ તરફ થોડી નાની હોય છે. કેમકે ગોળાકારે જંબુદ્રીપ હોઈ ઉત્તર તરફ જતાં પહોળાઈ વધે તેથી ઉત્તર તરફની વિદ્યાધરની શ્રેણીમાં ૬૦-૬૦ નગરીઓ અને દક્ષિણ તરફની શ્રેણીમાં ૫૦-૫૦ નગરીઓ હોય છે. ઐરવતમાં આથી વિપરીત જાણવું. ઉત્તર તરફ ૫૦-૫૦ અને દક્ષિણ તરફ ૬૦-૬૦ નગરીઓ. મહાવિદેહનાં વૈતાઢ્યમાં મેખલાઓ સરખી છે. તેથી બેય
૨૩. હરિકૂટ-હરિસ્સહકૂટને પૂર્વે ગજદંતપર્વતોમાં ગણી લીધા છે. છતાં અહીં ગાથામાં બે નામ ફરી લખ્યાં છે અને કુલ ૬૦ ભૂમિકૂટ ગણ્યા છે, જો કે આ ગાથાની ટીકામાં વૃત્તિકારે ‘“ચ અડવન ધરિાડા'' જોઈએ એમ કહ્યું છે.
૨૪. વૈતાઢ્ય પર્વતમાં નીચેથી દશ યોજન ઉંચે જતા બે બાજુ (ઉત્તરદક્ષિણમાં) બે ખાંચા પડે છે તેને જ મેખલા કહેવાય છે. આ રીતે વળી બીજા દશ યોજન જતા બે બાજુ બે ખાંચા પડે તે બીજી બે મેખલા.