________________
૪૦ ગજદંત પર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત, યમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ
ચાર ગજદંત પર્વતો :- નિષધ પર્વતના પૂર્વ વિભાગમાંથી તથા પશ્ચિમ વિભાગમાંથી બે પર્વતો હાથીના દાંતના આકારવાળા નીકળે છે, અને આગળ વધતા મેરુપર્વત તરફ જાય છે. આ જ રીતે નીલવંત પર્વતના પણ પૂર્વ-પશ્ચિમ વિભાગમાંથી નીકળીને બે પર્વતો મેરુપર્વત તરફ જાય છે. આ ચારે ગજદંત પર્વતો કહેવાય છે. ચારે પર્વતો નિષધનીલવંત આગળ મૂળમાં પ00 યોજન પહોળા છે અને મેરુ પર્વત આગળ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પહોળાઈ રહે છે. ઉંચાઈ નિષધ નીલવંત પર્વતની પાસે ૪00 યોજન છે અને ક્રમસર વધતા છેડે મેરુપર્વત પાસે પ00 યોજન છે. ચારે પર્વતના ક્રમશઃ નામ-સોમનસ, વિધુ—ભ, માલ્યવંત અને ગંધમાદન છે. (જુઓ ચિત્ર નં. ૫) ચિત્ર-વિચિત્ર પર્વત, બે ચમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ :
સીતાદા નદી નિષધ પર્વતમાંથી નીકળી દેવકુરુક્ષેત્રની મધ્યમાં વહે છે. તે ઉત્તર તરફ મેરુપર્વત પાસે જાય છે અને મેરુની નજીકથી પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. તે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે ભાગ કરતી એક પશ્ચિમ સમુદ્રને મળે છે. સીતા નદી નીલવંત પર્વતમાંથી નીકળી ઉત્તરકુરુક્ષેત્રની મધ્યમાં વહે છે. તે દક્ષિણ તરફ મેરુપર્વત પાસે જાય છે. મેરુની નજીકથી પૂર્વ દિશા તરફ વળી જાય છે. તે પૂર્વ મહાવિદેહક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે ભાગ કરતી છેક પૂર્વ સમુદ્રને મળે છે. નિષધ પર્વતથી ૮૩૪ ૪/૭ યોજન ઉત્તરે જતાં સીતોદા નદીના પૂર્વ પશ્ચિમ કિનારે એક એક પર્વત આવેલ છે. તે ૧,000 યોજન મૂળમાં વિસ્તારવાળા છે, ૧,000 યોજન ઉંચા છે, ઉપરનો વિસ્તાર ૫00 યોજન છે. આ બન્ને પર્વતના નામ ચિત્ર-વિચિત્ર છે.
ચિત્ર વિચિત્ર પર્વતથી વળી ૮૩૪ ૪/૭ યોજન જતા નિષધ દ્રહ આવે છે. ત્યારબાદ વળી ૮૩૪ ૪/૭ યોજન જતા દેવકુરુ દ્રહ આવે છે. ત્યારબાદ વળી ૮૩૪ ૪/૭ યોજન જતા સુર દ્રહ આવે છે. ત્યારબાદ