Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૪૨ વક્ષસ્કાર પર્વતો વળી ૮૩૪ ૪/૭ યોજન જતા સુલસ દ્રહ આવે છે. ત્યારબાદ વળી ૮૩૪ ૪/૭ યોજન જતા વિદ્યુપ્રભ દ્રહ આવે છે. દરેક દ્રહ ૧,000 યોજન લાંબા (ઉત્તર-દક્ષિણ) ૫૦૦ યોજના પહોળા (પૂર્વ-પશ્ચિમ) છે. સીતાદા નદીનો પ્રવાહ દ્રહની મધ્યમાં થઈને જાય છે. આ દરેક દ્રહની પૂર્વ-પશ્ચિમ દિશામાં ૧૦ યોજન દૂર દશ દશ પર્વતો આવેલા છે. પર્વતો 100 યોજન મૂળમાં વિસ્તારવાળા તથા ૧00 યોજન ઉંચા છે. ઉપરનો વિસ્તાર પ0 યોજન છે. આમ કુલ ૧૦) પર્વત દેવકુરુમાં થયા. આને કંચનગિરિ કહે છે. આ જ રીતે ઉત્તરકુરુમાં પણ નીલવંત પર્વતથી ૮૩૪ ૪/૭ યોજને સીતા નદીના પૂર્વ પશ્ચિમ કિનારે યમક નામના બે પર્વતો આવે છે તથા ત્યાંથી ૮૩૪ ૪/૭ યોજનાના આંતરે ક્રમશઃ નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત, માલ્યવંત નામના દ્રહો આવે છે. દરેક (દ્રહોની) પૂર્વ-પશ્ચિમ દશ યોજને દશ દશ કંચનગિરિ પૂર્વની માફક જાણવા. આમ ઉત્તરકુરુમાં ૧૦) કંચનગિરિ થયા. એટલે કુલ કંચનગિરિ ૨00 થયા. (જુઓ ચિત્ર નં. ૫) વક્ષસ્કાર પર્વતો ૧૬:- નિષધ પર્વતમાંથી નીકળેલ સીસોદા નદીએ મેરુથી પશ્ચિમ તરફ વળી જઈ, પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કર્યા, ઉત્તર તથા દક્ષિણ. તેવી જ રીતે નીલવંત પર્વતમાંથી નીકળેલ સીતા નદી પણ મેરુપર્વતથી પૂર્વમાં વળી જાય છે અને પૂર્વ મહાવિદેહના ઉત્તરદક્ષિણ બે ભાગ કરે છે. આમ મહાવિદેહ ક્ષેત્રના કુલ ચાર ભાગ થયા. ૧ | પૂર્વ-ઉત્તર મહાવિદેહ | ૩ | પશ્ચિમ-ઉત્તર મહાવિદેહ | ૨ | પૂર્વ-દક્ષિણ મહાવિદેહ | ૪ | પશ્ચિમ-દક્ષિણ મહાવિદેહ આ દરેક વિભાગમાં આઠ-આઠ વિજય ચાર-ચાર વક્ષસ્કાર પર્વત તથા ત્રણ-ત્રણ અંતર્નદીઓ વહે છે; તેનો ક્રમ આ પ્રમાણે છે :- પ્રથમ એક વિજય પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય, પછી નદી, પછી વિજય,

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96