Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 59
________________ ३४ દ્વાર ૨-યોજન ચોરસ વસ્તુમાં લંબાઈ અને પહોળાઈને ગુણવાથી ક્ષેત્રફળ આવે. જો જંબૂદ્વીપ ચોરસ હોત તો ૧ લાખ x ૧ લાખ = ૧૦ અબજ લાદી જોઈએ અર્થાત્ ૧૦ અબજ યોજન જંબુદ્વીપનું ક્ષેત્રફળ આવત. પરંતુ જંબૂદ્વીપ ગોળ વલયાકાર છે, સમવર્તુળ વલયાકારનું ક્ષેત્રફળ કાઢવાની રીત આ પ્રમાણે છે : સમવર્તુળની લંબાઈ-પહોળાઈને વ્યાસ કહેવાય છે. જેમકે જંબૂદ્વીપનો વ્યાસ ૧ લાખ યોજન છે. વ્યાસને દશના વર્ગમૂળથી ગુણતા પરિધિ (Circumference) આવે. પરિધિ એટલે ઘેરાવો. જંબૂદ્વીપને ચારે બાજુ પ્રદક્ષિણા દેતા જે માપ આવે તે પરિધિ કહેવાય. પરિધિને વ્યાસના ચોથા ભાગથી ગુણતા ક્ષેત્રફળ આવે. જંબુદ્વીપનો વ્યાસ = ૧ લાખ યોજન જંબૂઢીપની પરિધિ = ૧ લાખ ૪, ૧૦ (દશનું વર્ગમૂળ) = ૧ લાખ x ૧ લાખ x ૧૦ = ૧૦૦ અબજ = (સો અબજનું વર્ગમૂળ) = ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૦ હાથ, ૧૩ll અંગુલથી અધિક થાય. આ જંબુદ્વીપની પરિધિ થઈ. એને વ્યાસના ચોથા ભાગથી એટલે ૨૫,000 થી ગુણતા જંબૂદ્વીપનું ક્ષેત્રફળ આવે. તે નીચે પ્રમાણે થાય છે. ૭,૯૦,૫૬,૯૪,૧૫0 યોજન ૧ ગાઉ, ૧,૫૧૫ ધનુષ્ય, ૬૦ અંગુલ. (જુઓ ચિત્ર નં. ૨) ૧૯. આ નિશાની વર્ગમૂળની છે.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96