Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 48
________________ ગાથા-શબ્દાર્થ ૨૩ દેવ-મનુષ્યને લાખ યોજનથી અધિક, તિર્યંચને નવસો યોજન, નારકોને (મૂળ શરીરથી) બમણું ઉત્તરવૈક્રિય શરીર કહ્યું છે. (૯) અંતમુહુર્ત નિરએ, મહત્ત ચત્તારિ તિરિય-મણુએસ દેવેસુ અદ્ધમાસો, ઉકોસ વિલ્વિણા-કાલો I ૧૦ I નારકીને અંતર્મુહૂર્ત, તિર્યંચ-મનુષ્યને ચાર મુહૂર્ત, દેવોને પંદર દિવસ ઉત્કૃષ્ટ વિદુર્વણાકાળ (ઉત્તરક્રિય શરીરની સ્થિતિ) હોય છે. (૧૦) થાવરચુર-નેરઇઆ, અસંઘચણા ચ વિગલ-છેવટ્ટા સંઘયણ-છગં ગભય-નર-તિરિએસ વિ મણેયબ્ધ in ૧૧ II સ્થાવર, દેવ, નારકી સંઘયણ વિનાના અને વિકલન્દ્રિય સેવાર્તસંઘયણવાળા હોય છે, તથા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને વિષે છ સંઘયણ જાણવાં. (૧૧) સર્વેસિં ચઉ દહ વા, સના સર્વે સુરા ચ ચરિંસા | નર તિરિય છ સંઠાણા, હુંડા વિગલિંદિ-નેરઇયા II ૧૨ II સર્વ જીવોને ચાર કે દશ સંજ્ઞા હોય છે સર્વે દેવો સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે. મનુષ્ય-તિર્યંચો છ સંસ્થાનવાળા તથા વિકસેન્દ્રિય અને નારકો હુંડક સંસ્થાનવાળા હોય છે. (૧૨) નાણાવિહ ધય સૂઈ, બુબ્બય વણ વાઉ તેઉ અપકાયા ! પુટવી મસૂર-ચંદા-કારામંડાણ ભણિયા II ૧૩ I સંસ્થાનથી વનસ્પતિ., વાયુ, તેઉ., અકાય ક્રમશઃ વિવિધ પ્રકાર, ધ્વજ, સોય અને પરપોટાના આકારવાળા હોય છે. પૃથ્વીકાય મસૂરની દાળ કે (અધ) ચંદ્રના આકારવાળા કહ્યાં છે. (૧૩). સબ્ધ વિ ચઉકસાયા, લેસ-છગં ગભતિરિય મણુએસ I નારય-તેઊ વાઊ, વિગલા વેમાણિય તિલસા II ૧૪ in સર્વેને ચારે કષાયો હોય છે. ગર્ભજ-તિર્યંચ-મનુષ્યોમાં છ લેશ્યા હોય છે. નારકી, તેઉકાય, વાયુકાય, વિકલેન્દ્રિય, વૈમાનિકો ત્રણ લેશ્યાવાળા હોય છે. (૧૪)

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96