Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 52
________________ ગાથા-શબ્દાર્થ વેમાણિય જોઇસિયા, પલ્લતયફ્રેંસ આઉઆ હુંતિ, 1 સુરનરતિરિનિરએસુ છ, પજ્જત્તી થાવરે ચઉગં ॥ ૩૦ વૈમાનિક અને જ્યોતિષ દેવો ક્રમશઃ પલ્યોપમ અને પલ્યોપમના ૨૭ આઠમા ભાગના જઘન્ય આયુષ્યવાળા હોય છે. દેવ-મનુષ્ય-તિર્યંચનરકમાં છ અને સ્થાવરને ચાર પર્યાપ્તિ હોય છે. (૩૦) વિગલે પંચ પત્તી, છિિસઆહાર હોઇ સવ્વસિં 1 પણગાઇ-પયે ભયણા, અહ સન્નિ તિયં ભણિસ્સામિ ||૩૧ ॥ વિકલેન્દ્રિયને પાંચ પર્યાપ્તિ હોય છે. સર્વ જીવોને છ દિશાથી આહાર હોય છે. પનકાદિ સૂક્ષ્મ વનસ્પતિકાયાદિ પદોને વિષે ભજના (૩, ૪, ૫ કે ૬ દિશાથી પણ આહાર) હોય છે. હવે ત્રણ સંજ્ઞાવાળાઓને કહીશ. (૩૧) ચઉવિહસુરતિરિએસું, નિરએસુ અ દીહકાલિગી સન્ના 1 વિગલે હેઉવએસા, સન્નારહિયા થિરા સબ્વે ॥ ૩૨ ॥ ચાર પ્રકારના દેવો તથા પંચેન્દ્રિય તિર્યંચો અને નારકોને વિષે દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિયને વિષે હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે તથા સર્વે સ્થાવરો સંજ્ઞારહિત હોય છે. (૩૨) મણુઆણ દીહકાલિય, દિઠ્ઠીવાઓવએસિયા કેવિ પજ્જપણતિરિમણુઅચ્ચિય, ચઉવિહદેવેસુ ગચ્છતિ ॥ ૩૩ II મનુષ્યને દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. કેટલાક૧૬ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા પણ હોય છે. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ ચારે પ્રકારના દેવોમાં જાય છે. (દેવોમાં આગતિ) (૩૩) સંખાઉ પજ્જ પણિંદિ, તિરિય-નરેસુ તહેવ પત્તે । ભૂ-દગ-પત્તેયવણે, એએસ ચ્ચિય સુરાગમણું ॥ ૩૪ | સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિષે તથા પર્યાપ્તા પૃથ્વી., અર્., પ્રત્યેક વનસ્પતિકાયને વિષે જ દેવોનું ગમન (દેવોની ગતિ) હોય છે. (૩૪) ૧૬. જુઓ પૃષ્ઠ ૧૮ની ટિપ્પણ ૧૧મી.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96