Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૬
ગાથા-શબ્દાર્થ સંખમસંબા સમયે, ગભય તિરિ વિગલ નારય સુરા ય T મણુઆ નિયમા સંખા, વણ-બંતા થાવર અસંખા II ૨૫ II
ગર્ભજતિર્યચ, વિકસેન્દ્રિય, નારકી અને દેવો સંખ્યાતા કે અસંખ્યાતા, મનુષ્ય નિયમા સંખ્યાતા, વનસ્પતિ નિયમા અનંતા અને શેષ સ્થાવર અસંખ્યાતા પ્રતિસમય ઉત્પન્ન થાય છે. (૨૫)
અસન્તિ નર અસંખા, જહ ઉવવાએ તહેવ ચવણે વિI બાવીસ સગ તિ દસવાસ સહસ્સ ઉફિકટ્ટ પુટવાઇ | ૨૬
અસંજ્ઞિ (સંમૂર્છાિમ) મનુષ્યો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. જેમ ઉપપાતમાં કહ્યું તેમ ચ્યવનમાં પણ જાણવું. બાવીશ હજાર, સાત હજાર, ત્રણ હજાર તથા દશ હજાર વર્ષ પૃથ્વી આદિની (પૃથ્વી., અપુ., વાયુ, વનસ્પતિની ક્રમશ:) ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) છે. (૨૬). તિદિણગ્નિ તિપલ્લાઊ નરતિરિ સુર નિરય સાગર તિત્તીસા
વંતર પલ્લે જોઇસ, વરિસલપ્તાહિયં પલિયં II ૨૦ II
અગ્નિકાયનું ત્રણ દિવસ, મનુષ્ય-તિર્યંચનું ત્રણ પલ્યોપમ, દેવનારકીનું તેત્રીશ સાગરોપમ, વ્યંતરોનું પલ્યોપમ, જ્યોતિષ દેવોનું લાખ વર્ષ અધિક પલ્યોપમ આયુષ્ય જાણવું. (૨૭)
અસુરાણ અહિય અચર, દેસૂણદુપલ્લચં નવ નિકાએ 1 બારસવાસુણ પણદિણ, છમ્માસુફિકટ્ટ વિગલાઊ II ૨૮ II
અસુરોનું સાધિક સાગરોપમ તથા બાકીના નવ નિકાયમાં કંઈક ન્યૂન બે પલ્યોપમ, વિકસેન્દ્રિયનું ક્રમશઃ બાર વર્ષ, ઓગણપચાસ દિવસ અને છ માસ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. (૨૮)
પુટવાઇ-દસ પચાણ, અંતમુહુર્ત જહન્ન આઉઠિઇI દસસહસવરિસઠિઇઆ, ભવસાહિનિરયવંતરિઆ II ૨૯ I
પૃથ્વી આદિ દશ પદોની જઘન્ય આયુષ્યની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ભવનપતિ, નારક, વ્યંતરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે. (૨૯)

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96