Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 10
________________ 30 પદાર્થ પ્રકાશ ભાગ-૧ છેલ્લા પાંચેક વર્ષ પૂર્વે તેમને માથામાં રોગ (હડપીસ) લાગુ પડ્યો. ઉપચાર કરવા છતાં સુધારો નહીં થતા સમભાવે ભોગવતા. વિ.સં. ૨૦૪૩ના શ્રાવણ સુદ પૂનમે પૂજા કરીને આવતાની સાથે લકવાનો હુમલો આવ્યો. મોટું તરડાઈ ગયું. પટકાઈને પલંગમાં પડ્યા. જમણું અંગ ખોટું થઈ ગયું, સ્મરણ શક્તિ પણ ચાલી ગઈ. પણ તરત ઉપચાર લેવા માંડ્યા. થોડા દિવસે સ્મરણશક્તિ પુનઃ પ્રાપ્ત થતાં, સૌથી પહેલા નવકારમંત્ર યાદ આવ્યો. ધીમે ધીમે થોડું સારુ થવા માંડ્યું. પણ હવે પથારીવશ બની ગયા. પુત્રમુનિ પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજના ગણિપદ, પંન્યાસપદ વખતે તેમણે સારો લાભ લીધેલો, પણ તેમની એક મહેચ્છા પુત્ર મુનિના આચાર્યપદના મહોત્સવનો લાભ લેવાની હતી, અને પુત્રમુનિને આચાર્ય જોઈને જવાની હતી. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ઈચ્છા તથા સંયોગોને પિછાનીને પૂજ્ય પં. હેમચંદ્રવિજયજી ગણિવર્યને આચાર્ય પદ ઉપર આરૂઢ કરવા આજ્ઞા ફરમાવી, અને ભાયખલા મુકામે ૨૦૪૪ના ફાગણ વદ-૩ના મહોત્સવ યોજાયો. મૂળીબેને આમાં પણ ખૂબ સારો લાભ લીધો, અને આચાર્યપદ પ્રસંગ પણ તેઓ પુત્ર ધરણેન્દ્રને ત્યાં ભાયખલા હોવાથી ત્યાં જ નક્કી કરાવ્યો. આ પ્રસંગે લકવાગ્રસ્ત મૂળીબેનને ઠેલણગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યા. ખૂબ ઉલ્લાસપૂર્વક આચાર્યપદપ્રસંગ નિહાળ્યો. સૂરિમંત્રનો પટ વહોરાવવાનો તથા સૂરિમંત્ર પ્રદાનની વિનંતી કરવાનો લાભ પણ ઉછામણીપૂર્વક લીધો અને ઉલ્લાસપૂર્વક પુત્રના માથે સૂરિપદ પ્રસંગે વાસક્ષેપ નાખ્યો. પુણ્યાનુબંધિ પુણ્યના સ્વામી એવા તેમની બધી જ પ્રશસ્ત ઈચ્છાઓ પાર પડી. ત્યાર પછી અનેકવાર બિમારી વધતા સમભાવે સહન કરતા. પુત્રમુનિ પુત્રી સાધ્વીજી વગેરે દૂર દૂરથી તેમને સમાધિ આપવા ઉગ્ર વિહાર કરી આવતા. પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજ એકવાર

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 104