________________
દેવતાના ભેદ
(૧) ભવનપતિ :-
૧૫ પરમાધામી ૧૦ અસુરકુમારાદિ
(૨)
વ્યંતર :
૮ વ્યંતર
૮ વાણવ્યંતર ૧૦ તિર્યર્જુભક
૨૬.
(૩) જ્યોતિષ :- ૫ ચર
૫ અચર
૧0 (૪) વૈમાનિક :- ૨૪ કલ્પપપન્ન
૧૪ કલ્પાતીત
૩૮ પરમાધામી :-નરકના જીવોને દુઃખ આપનારા દેવો. નરકના જીવોને માત્ર પોતાની કુતુહલ વૃત્તિથી દુઃખ આપીને આનંદ માને છે. આમ તો આ દેવો અસુરનિકાયના છે, પણ તેમના કાર્યની પ્રધાનતાથી તેમની જુદી વિવક્ષા કરી છે.
ભવનપતિ - આપણે વર્તમાનકાળે જે પૃથ્વીના પડ ઉપર છીએ તે રત્નપ્રભા પૃથ્વીનું પડ ૧,૮૦,000 યોજન જાડુ છે. તેમાંથી ઉપર નીચે ૧૦૦૦ - ૧૦00 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે અને પૂર્વકૃત પુણ્યનો ઉપભોગ કરે છે.
વ્યંતર :- રત્નપ્રભા પૃથ્વીના પ્રથમના 1000 યોજનના પડમાં ઉપર નીચે ૧00-100 યોજન છોડી વચ્ચેના ૮00 યોજનમાં વ્યંતર દેવોનાં રમણીય અને સુંદર નગરો આવેલા છે.