Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 90
________________ ૬૮ ૯ અનુયોગદ્વાર મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવળજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવળદર્શન, ભવ્ય, સંજ્ઞી, અણાહારી, ક્ષાયિક સમ્યકત્વ, આ દશ માર્ગણામાંથી મોક્ષ થાય છે. (૨) દ્રવ્ય - સંખ્યા. પ્રશ્ન :- મોક્ષમાં જીવોની સંખ્યા કેટલી ? ઉત્તર :- મોક્ષમાં જીવો અનંતા છે. (૩) ક્ષેત્ર - પ્રશ્ન :- મોક્ષના જીવો કેટલા ક્ષેત્રમાં છે? ઉત્તર :- એક જીવ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. સર્વ જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં છે. (૪) સ્પર્શના - ક્ષેત્રથી કંઈક અધિક છે. (૫) કાળ - એક જીવ આશ્રયી સાદિ અનંત અને સર્વ જીવોને આશ્રયી અનાદિ અનંત. (૬) અંતર:- નથી. (મોક્ષમાંથી પાછા સંસારમાં આવી અને ફરી મોક્ષમાં જવાનું હોતું નથી માટે.) () ભાગ - સર્વ જીવોના અનંતમા ભાગે મોક્ષના જીવો છે. (૮) ભાવ :- જ્ઞાન, દર્શન ક્ષાયિક ભાવે હોય છે. જીવપણું પારિણામિક ભાવે હોય છે. (૯) અલ્પબદુત્વ - નપુંસકસિદ્ધ-થોડા, સ્ત્રીસિદ્ધ-સંખ્યાતગુણા, પુરુષસિદ્ધ-સંખ્યાતગુણા. ( સિદ્ધના પંદર ભેદ) (૧) જિનસિદ્ધ - તીર્થકર થઈને મોક્ષે જાય છે. દા.ત. ઋષભદેવ આદિ તીર્થકર ભગવંતો. (૨) અજિનસિદ્ધ - તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય છે. દા.ત. ગણધર ભગવંતો વગેરે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104