Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 91
________________ સિદ્ધના ૧૫ ભેદ (૩) તીર્થસિદ્ધ - તીર્થ (શાસન) ચાલુ હોય ત્યારે મોક્ષે જાય તે જંબૂસ્વામી વગેરે. (૪) અતીર્થસિદ્ધ - તીર્થની સ્થાપના પૂર્વે અથવા તીર્થના વિચ્છેદ પછી મોક્ષે જાય છે. દા.ત. મરુદેવી માતા. (૫) સ્વલિંગસિદ્ધ :- સાધુ વેશમાં કેવળજ્ઞાન પામીને મોક્ષ જાય તે. (૬) ગૃહિલિંગસિદ્ધ :- ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. દા.ત. ભરત ચક્રવર્તિ વગેરે. (૦) અન્યલિંગસિદ્ધ :- તાપસાદિ અન્ય દર્શનીઓના વેષમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. દા.ત. વલ્કલચીરી વગેરે. (૮) સ્ત્રીસિદ્ધ - સ્ત્રી મોક્ષે જાય છે. દા.ત. ચંદનબાળા વગેરે. (૯) પુરુષસિદ્ધ -પુરુષ મોક્ષે જાય છે. દા.ત. ગૌતમસ્વામી વગેરે. (૧૦) નપુંસકસિદ્ધ :- નપુંસક મોક્ષે જાય છે. દા.ત. ગાંગેય વગેરે. (૧૧) સ્વયંબુદ્ધસિદ્ધ:- પોતાની જાતે નિમિત્ત વિના બોધ પામીને મોક્ષે જાય છે. દા.ત. કપિલ વગેરે. (૧૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધ :- પોતાની જાતે નિમિત્તથી બોધ પામીને મોક્ષે જાય છે. દા.ત. કરકંડુ વગેરે. (૧૩) બુદ્ધબોધિતસિદ્ધ - બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તે. (૧૪) એકસિદ્ધ - એક સમયે એક જ મોક્ષે જાય છે. દા.ત. મહાવીર સ્વામી. (૧૫) અનેકસિદ્ધ - એક સમયે અનેક મોક્ષે જાય છે. દા.ત. ઋષભદેવ સ્વામી.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104