________________
દેવતાના ભેદ
૨૧
વાણવ્યંતર :- આ વ્યંતરની જ પેટાજાતિ છે. રત્નપ્રભાના પ્રથમ ૧00 યોજનના પડમાં ઉપર નીચે ૧૦-૧૦ યોજન છોડી વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવોનાં રહેઠાણો છે.
તિર્યર્જુભક :- આ દેવો પણ વ્યંતરની જ જાતિના છે. તીર્થકર દેવોના જન્માદિ વખતે તેમના ઘરોમાં ધન્ય, ધાન્ય, હીરા, સુવર્ણ, રત્નાદિની વૃષ્ટિ કરે છે.
જ્યોતિષ - આપણી પૃથ્વીના સમભૂતલથી ઉપર ૭૯૦ યોજનથી ૯00 યોજન સુધીમાં જ્યોતિષ દેવોનાં વિમાનો આવેલા છે. તેઓ પાંચ પ્રકારના છે. (૧) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર, (૫) તારા. ચન્દ્રાદિ આપણે જે જોઈએ છીએ તે વિમાનો છે તેની અંદર દેવો રહે છે અને પોતાના પુણ્યાનુસાર સુખને ભોગવે છે.
ચર :- અઢી દ્વીપમાં રહેલા ચન્દ્ર આદિના જ્યોતિષ વિમાનો મેરુ પર્વતની ચારે બાજુ પરિભ્રમણ કરે છે. તેને ચર કહેવાય છે.
અચર:-અઢી દ્વીપની બહાર રહેલા ચન્દ્ર આદિના જ્યોતિષ વિમાનો સ્થિર હોય છે. તેને અચર કહેવાય છે.
ચન્દ્રાદિના સ્થાન :- સમભૂતલથી ઉપર ૭૯૦ યોજને તારાના વિમાનો, પછી ૧0 યોજન ઉપર સૂર્યના વિમાન, પછી 60 યોજન ઉપર ચન્દ્રના વિમાન, પછી ૪ યોજન ઉપર નક્ષત્રોના વિમાન, પછી ૧૬ યોજન ઉપર ગ્રહોના વિમાન છે.
વૈમાનિક :- જ્યોતિષના વિમાનથી અસંખ્ય યોજન ઉપર જતાં જ્યાં સમભૂતલથી ૧ રાજ પૂર્ણ થાય છે, ત્યાંથી વૈમાનિક દેવોના વિમાન શરૂ થાય છે.
કલ્પોપપન્ન - જ્યાં ઈન્દ્ર, સામાનિક, સેનાપતિ, સૈન્ય, સભા વગેરે પ્રકારની વ્યવસ્થા હોય છે તે કલ્પોપપન.