Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 56
________________ ગાથા-શબ્દાર્થ ઉપરોક્ત અનંતકાય જીવોના અનેક ભેદો છે. તેઓને જાણવા માટે શાસ્ત્રમાં આ પ્રમાણે લક્ષણ બતાવેલ છે. (૧૧) ગૂઢસિર-સંધિ-પર્વ્ય, સમભંગ-મહીરગં ચ છિન્નરુહ । સાહારણે સરીરં, તવિવરીઅં ચ પત્તેયં ||૧૨॥ ગુપ્ત નસો-સાંધા-પર્વવાળું, ભાંગતા સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું, કાપ્યા છતાં ફરી ઉગનારું, સાધારણ વનસ્પતિકાયનું શરીર છે. તેથી વિપરીત પ્રત્યેક વનસ્પતિકાય છે. (૧૨) ૩૪ એગસરીરે એગો, જીવો જેસિં તું તે ય પત્તેયા । ફલ ફૂલ છલ્લિ કટ્ટા, મૂલગ પત્તાણિ બીયાણિ ||૧૩|| જેઓના એક શરીરમાં એક જીવ હોય છે તે પ્રત્યેક વનસ્પતિ છે. તે ફળ, ફુલ, છાલ, લાકડું, મૂળ, પાંદડા, બીજ વગેરે છે. (૧૩) પત્તેયતરું મુત્તું, પંચ વિ પુઢવાઈણો સયલ લોએ 1 સુહુમા હવંતિ નિયમા, અંતમુહુત્તાઉ અસ્સિા ||૧૪|| પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના પાંચે પૃથ્વી આદિ સૂક્ષ્મ જીવો સકલ લોકમાં નિયમા હોય છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા તથા અદેશ્ય હોય છે. (૧૪) સંખ કવડ્ડય ગંડુલ, જલો ચ ચંદણગ અલસ લહગાઈ । મેહરિ કિમિ પૂઅરગા, બેઈંદિય માઈવાહાઈ ||૧૫|| શંખ, કોડા, ગંડોળા, જળો, અક્ષ, અળસીયા, લાળીયા વગેરે, માંમણમુંડા, કરમીયા, પોરા, ચૂડેલ વગેરે બેઈન્દ્રિય જીવો છે. (૧૫) ગોમી મંકણ જૂઆ, પિપીલિ ઉત્તેહિયા ય મક્કોડા । ઈલ્લિય ઘયમિલ્લીઓ, સાવય ગોકીડ જાઈઓ ||૧૬॥ ગહય ચોરકીડા, ગોમયકીડા ય ધનકીડા ય । કુંથુ ગોવાલિય ઈલિયા તેઈંદિય ઈંદગોવાઈ ||૧|| કાનખજુરા, માંકડ, જુ, કીડી, ઉધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ, સાવા, શિંગોડાની જાતિઓ, ગદ્વૈયા, વિષ્ટાના જીવડા, છાણના જીવડા, ધાન્યના

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104