Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 81
________________ ૫ ચારિત્ર પ૯ ૪ નિર્વિશમાનક :- તપ કરનાર. ૪ અનુચારક :- સેવા કરનાર. ૧ વાચનાચાર્ય :- વાચના આપે. તપ જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ગ્રીષ્મકાલ (ઉનાળો) | ચોથ | છઠ્ઠ | અટ્ટમ | શિશિર (શિયાળો) | છઠ્ઠ | અટ્ટમ | દશમ | વર્ષા (ચોમાસુ) | અટ્ટમ | દશમ | દ્વાદશ પારણે અભિગ્રહપૂર્વક આયંબિલ કરવાનું, અનુચારક રોજ આયંબિલ કરે. આ રીતે છ મહિના કરવાનું. પછી સેવા કરનાર તપ કરે, તપ કરનાર સેવા કરે, વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી છ મહીના કરવાનું. પછી વાચનાચાર્ય તપ કરે, એક જણ વાચનાચાર્ય થાય, બાકીના સેવા કરે. આમ અઢાર મહીને આ ચારિત્ર પૂર્ણ થાય છે. ત્યાર પછી પરિહારકલ્પ કરે અથવા જિનકલ્પી થાય અથવા ગચ્છમાં પ્રવેશ કરે. ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં આ ચારિત્ર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં ન હોય. આ ચારિત્ર પ્રથમ સંઘયણી અને પૂર્વધર લબ્ધિવાળાને હોય છે. સ્ત્રીને આ ચારિત્ર ન હોય. (૪) સૂક્ષ્મસંપરાય :- અત્યંત સૂક્ષ્મ (કિષ્ટિરૂપ) લોભ કષાયનો જ ઉદય હોય છે જ્યાં તેવું ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય. અહીં ક્રોધ, માન, માયા આ ત્રણ કષાયનો ઉદય હોતો નથી. (૫) ચયાખ્યાત :- સંપૂર્ણ અતિચાર વિનાનું શુદ્ધ ચારિત્ર અથવા જ્યાં મોહનીય કર્મનો સહેજ પણ ઉદય નથી તેવું ચારિત્ર. અહીં સંપૂર્ણ વીતરાગભાવ હોય.

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104