Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 82
________________ નિર્જરા તત્ત્વ ચારિત્ર સામાયિક છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય યથાખ્યાત ગુણઠાણા ૬,૭,૮,૯ ૬,૭,૮,૯ ૬,૭ ૧૦ ૧૧,૧૨,૧૩,૧૪ ( (૮) નિર્જરા તત્ત્વ નિર્જરા - આત્મા ઉપરથી કર્મ છુટા પડવા તે નિર્જરા કહેવાય. બાર પ્રકારના તપથી કર્મની નિર્જરા થાય છે, માટે બાર પ્રકારનો તપ એ જ નિર્જરા છે. ( બાહ્ય તપ-૬ પ્રકારે ) (૧) અનશન :- સિદ્ધાંતની વિધિપૂર્વક આહારનો ત્યાગ. તે બે પ્રકારે છે – (અ) ઈસ્વર :- અલ્પકાળ માટે આહારનો ત્યાગ. નવકારશી. પોરિસી, એકાસણું, ઉપવાસ વગેરે બધું ઈવર અનશન કહેવાય. (બ) ચાવત્સરિક - જીવનના અંત સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે યાવત્રુથિક અનશન. (૨) ઊણોદરી - ભૂખ કરતાં ન્યૂન આહાર કરવો, તેમજ સાધુને ઉપકરણ ઓછા કરવા - રાખવા તે પણ. (૩) વૃત્તિસંક્ષેપ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગોચરી વગેરેના અભિગ્રહ ધારણ કરવા તે. દ્રવ્યથી :- અમુક દ્રવ્યથી વધારે ન વાપરવા. ક્ષેત્રથી :- અમુક ઘરોથી વધારે ઘેર ન જવું. કાળથી :- અમુક કાળે (બપોરે અથવા થોડા ટાઈમમાં) જે મળે તે વહોરવુ અને વાપરવુ.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104