________________
૧૨ ભાવના
૫૭
(૨) અશરણ ભાવના
રોગ, મરણ આદિ પીડાઓ વખતે જીવને સંસારમાં કોઈનું શરણ નથી, એમ ભાવવું તે.
(૩) સંસાર ભાવના :- ૮૪ લાખ યોનિમાં જીવની રખડપટ્ટી ચાલુ છે અને સંસારમાં દરેક જીવો જોડે વિવિધ પ્રકારના સંબંધો થયા છે અને થાય છે, એમ ચિંતવવું-ભાવવું તે.
(૪) એકત્વ ભાવના :- જીવ એકલો જન્મે છે અને એકલો મરે છે અને એકલો કર્મને ભોગવે છે, એમ ભાવવું તે.
(૫) અન્યત્વ ભાવના :- કુટુંબ, પરિવાર, ધન, મકાન, યાવત્ શરીર આ બધું મારું નથી, પારકું છે, એમ ભાવવું તે.
(૬) અશુચિ ભાવના :- આ શરીર રસી, લોહી, માંસ, હાડકાં વગેરે અશુચિ પદાર્થનું બનેલું છે, મળ-મૂત્ર વગેરેથી ભરેલું છે, આવું ચિંતવવુ તે.
--
(૭) આશ્રવ ભાવના :- ૪૨ પ્રકારના આશ્રવોથી આત્મામાં કર્મો પ્રતિસમય આવે છે અને આત્મા તેનાથી (કર્મથી) ભારે થાય છે. એમ ચિંતવવુ તે.
(૮) સંવર ભાવના :- સમિતિ, ગુપ્તિ વગેરે ૫૭ ભેદોનું વારંવાર ચિંતવન કરવું તે.
(૯) નિર્જરા ભાવના :- નિર્જરાના ૧૨ ભેદનું ચિંતવન કરવું તે. (૧૦) લોકસ્વભાવ ભાવના :- ચૌદરાજલોક તથા તેમાં રહેલા છ દ્રવ્યો, દેવતા-નારકો વગેરેના સ્થાનો, અસંખ્ય દ્વીપ-સમુદ્રો વગેરેનો વિચાર કરવો તે.
(૧૧) બોધિદુર્લભ ભાવના :- અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને ચક્રવર્તીપણું, દેવતાપણું, રાજા-મહારાજાપણું વગેરે મળવું સુલભ છે, પરંતુ સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત થવું દુર્લભ છે, એમ ભાવવું. (તેથી સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત કરવા મહેનત કરવી અને પ્રાપ્ત થયું હોય તો તેનું યત્નપૂર્વક રક્ષણ કરવું.)