________________
દેવતાના ભેદ
૧૨ દેવલોક ૯ લોકાંતિક
૩ કિલ્બિષિયા કુલ ૨૪ ભેદ થાય.
બાર દેવલોકના નામ ૧ સૌધર્મ ૫ બ્રહ્મલોક
આનત ૨ ઈશાન ૬ લાંતક ૧૦ પ્રાણત ૩ સનકુમાર ૭ મહાશુક્ર ૧૧ આરણ ૪ માહેન્દ્ર ૮ સહસ્રાર ૧૨ અશ્રુત
નવ લોકાંતિક - તેઓ પાંચમાં દેવલોકમાં હોય છે. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષે જનાર છે, તેથી લોક એટલે કે સંસારના અંતે રહેલા છે, માટે લોકાંતિક કહેવાય છે. તીર્થકર ભગવંતોને પ્રવજ્યા ગ્રહણ કરતી વખતે (એક વર્ષ પૂર્વે) દિક્ષા ગ્રહણ કરવાના અવસરની યાદ અપાવવા આવે છે. ભગવાન સ્વયં જાણે છે. પણ તેઓનો આ પ્રમાણે વ્યવહાર છે. તેઓ ૯ પ્રકારના છે.
કિલ્બિષિયા :- ભંગી જેવા હલકા દેવો. તે ત્રણ પ્રકારના છે. તેઓ પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને છટ્ટા દેવલોકની નીચે હોય છે.
કપાતીત - જ્યાં ઈન્દ્ર, સામાનિક, સૈન્ય વગેરે પ્રકારની વ્યવસ્થા ન હોય તે કલ્પાતીત.
૯ રૈવેયક
૫ અનુત્તર કુલ ૧૪ ભેદ થાય. બાર દેવલોકની ઉપર નવ રૈવેયક દેવલોકના વિમાનો છે. તેની ઉપર એક જ સપાટીએ વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન અને ચારે દિશાએ એક-એક એમ કુલ પાંચ અનુત્તરવાસી દેવોના વિમાન છે.