Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 25
________________ સ્થાવરના ભેદો (૨) અકાય · પાણી એ જ જેનું શરીર છે તે અપ્લાયના જીવો દા.ત. ભૂમિનું પાણી, વરસાદનું પાણી, ઝાકળ, બરફ, કરા, વનસ્પતિ ઉપર ફુટી નીકળતું પાણી, ધૂમ્મસ, ઘનોદધિ વગેરે. [ ઘનોદધિ :દેવોના વિમાનો તથા નારક પૃથ્વીની નીચે થીજેલા ઘી જેવું ઘન પાણી. (Solid water)] ૩ (૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે તેઉકાયના જીવો. દા.ત. અંગારા, ભડકો, તણખા, ઉલ્કા (આકાશમાં દેખાતાં અગ્નિના પટ્ટા), વિજળી, દિવાનો પ્રકાશ વગેરે. (ઈલેક્ટ્રીક લાઈટ-બલ્બ વગેરેનો પ્રકાશ પણ.) (૪) વાયુકાય :- વાયુ (પવન) એ જ જેનું શરીર છે તે વાયુકાયના જીવો. દા.ત. ઉદ્ભામક (ઉંચે ફરતો) વાયુ, ઉત્કલિક (નીચે ભમતો) વાયુ, વંટોળીયો, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે. (ઘનવાત, તનવાત :- નારક પૃથ્વીઓની નીચે ઘનોદધિ છે તેની નીચે આ બે પ્રકારના વાયુના પડ આવેલા છે.) (૫) વનસ્પતિકાય :- વનસ્પતિરૂપ શરીરવાળા જીવો તે વનસ્પતિકાયના જીવો. તેઓ બે પ્રકારના છે - (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય પ્રત્યેક ઃ- એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય. સાધારણ :- એક શરીરમાં અનંતા જીવ હોય તે સાધારણ કહેવાય. પ્રત્યેક વનસ્પતિકાય ઃ- દા.ત. વૃક્ષ, ફળ, છાલ, થડ, મૂળ, પાંદડા વગેરે. સાધારણ વનસ્પતિકાય :- દા.ત. કાંદા, અંકુર, નીલ, ફૂગ, સેવાળ, બિલાડીનાં ટોપ, આદુ, લીલી હળદર, કચરો, મોથ, થોર, કુંવાર, બટાટા વગેરે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104