________________
સ્થાવરના ભેદો
(૨) અકાય · પાણી એ જ જેનું શરીર છે તે અપ્લાયના જીવો દા.ત. ભૂમિનું પાણી, વરસાદનું પાણી, ઝાકળ, બરફ, કરા, વનસ્પતિ ઉપર ફુટી નીકળતું પાણી, ધૂમ્મસ, ઘનોદધિ વગેરે. [ ઘનોદધિ :દેવોના વિમાનો તથા નારક પૃથ્વીની નીચે થીજેલા ઘી જેવું ઘન પાણી. (Solid water)]
૩
(૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે તેઉકાયના જીવો. દા.ત. અંગારા, ભડકો, તણખા, ઉલ્કા (આકાશમાં દેખાતાં અગ્નિના પટ્ટા), વિજળી, દિવાનો પ્રકાશ વગેરે. (ઈલેક્ટ્રીક લાઈટ-બલ્બ વગેરેનો પ્રકાશ પણ.)
(૪) વાયુકાય :- વાયુ (પવન) એ જ જેનું શરીર છે તે વાયુકાયના જીવો. દા.ત. ઉદ્ભામક (ઉંચે ફરતો) વાયુ, ઉત્કલિક (નીચે ભમતો) વાયુ, વંટોળીયો, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે. (ઘનવાત, તનવાત :- નારક પૃથ્વીઓની નીચે ઘનોદધિ છે તેની નીચે આ બે પ્રકારના વાયુના પડ આવેલા છે.)
(૫) વનસ્પતિકાય :- વનસ્પતિરૂપ શરીરવાળા જીવો તે વનસ્પતિકાયના જીવો. તેઓ બે પ્રકારના છે -
(૧) પ્રત્યેક વનસ્પતિકાય
(૨) સાધારણ વનસ્પતિકાય
પ્રત્યેક ઃ- એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય. સાધારણ :- એક શરીરમાં અનંતા જીવ હોય તે સાધારણ કહેવાય. પ્રત્યેક વનસ્પતિકાય ઃ- દા.ત. વૃક્ષ, ફળ, છાલ, થડ, મૂળ, પાંદડા
વગેરે.
સાધારણ વનસ્પતિકાય :- દા.ત. કાંદા, અંકુર, નીલ, ફૂગ, સેવાળ, બિલાડીનાં ટોપ, આદુ, લીલી હળદર, કચરો, મોથ, થોર, કુંવાર, બટાટા વગેરે.