________________
સ્થાવરના ભેદો સંસારી જીવો (બે પ્રકારે છે)
|
ત્રસ
(સ્થિર)
સ્થાવર (હાલતાં ચાલતાં) ત્રસઃ તાપ આદિથી પીડિત થયે પોતાની ઈચ્છાપૂર્વક એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસ.
સ્થાવર: તાપ આદિથી પીડિત થયે પોતાની ઈચ્છાપૂર્વક એક સ્થાનેથી બીજે સ્થાને જઈ ન શકે તે સ્થાવર.
સ્થાવર
પૃથ્વીકાય અકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય
-1 11 11 -11 -11 સૂમ બાદર સૂક્ષ્મ બાદર સૂક્ષ્મ બાદર સૂમ બાદર પ્રત્યેક સધારણ
બાદર સૂક્ષ્મ બાદર (પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય સૂક્ષ્મ ન હોય) આમ ૧૧ ભેદ થયા, દરેકના પર્યાપ્તા-અપર્યાપ્તા થઈ સ્થાવરના કુલ ૨૨ ભેદ જાણવાં. - સૂક્ષ્મ :- (અનંત જીવોના) અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ. (લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે.)
બાદર :- એક, બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીરો ભેગા થાય ત્યારે ચર્મચક્ષથી જોઈ શકાય તે બાદર. (બાદર વાયુકાય સિવાય.)
(૧) પૃથ્વીકાય :- પૃથ્વી એ જ જેનું શરીર છે તે પૃથ્વીકાયના જીવો. દા.ત. સ્ફટિકાદિ મણિ, પરવાળા, હીરા, માણેકાદિ રત્નો, હિંગલો, હરતાળ, મણશીલ, પારો, સોનું વગેરે ધાતુઓ, માટી, મીઠું, ખડી, પથ્થરની જાતિઓ, સુરમો, અબરખ, તેજંતુરી વગેરે.