________________
જીવવિચાર
// શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | | | નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે ..
શ્રી શાંતિસૂરિરચિત
(જીવવિચાર (પદાર્થસંગ્રહ) )
વિશ્વ
જીવ
અજીવ જેનામાં ચેતના હોય તે જીવ. જીવને પ્રાણી પણ કહે છે. પ્રાણોને ધારણ કરે તે પ્રાણી.
પ્રાણ (બે પ્રકારના હોય છે)
દ્રવ્ય પ્રાણ
ભાવ પ્રાણ (૧૦)
દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ૫ ઈન્દ્રિય, ૩ બળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય.
પાંચ ઈન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય (ચામડી), રસનેન્દ્રિય (જીભ), ધ્રાણેન્દ્રિય (નાક), ચક્ષુરિન્દ્રિય (આંખ), શ્રોત્રેન્દ્રિય (કાન). ૩ બળ :- મન બળ, વચન બળ, કાય બળ.
જીવ (બે પ્રકારના હોય છે)
(૧) સંસારી (કર્મથી સહિત ચાર ગતિમાં ભટકતા.)
(૨) મોક્ષના (કર્મથી રહિત, મોક્ષમાં ગયેલા પરમાત્મા સ્વરૂપને પામેલા શુદ્ધ આત્માઓ.)