________________
૧૪
મનુષ્યના ભેદ પાંચ રમ્યક ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ હિમવંત ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ હિરણ્યવંત ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં)
અંતદ્વપ પ૬ :- લઘુ હિમવંત અને શિખરી પર્વતમાંથી દાઢના આકારે જમીનના બે બે ટુકડા લવણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમમાં નીકળેલા છે. કુલ દાઢા ૮ છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો આવેલા છે. કુલ પ૬ દ્વીપ છે. આને અંતર્દીપ કહેવાય છે. (પૃ. ૧૯નું ચિત્ર જુઓ.)
મનુષ્યના ભેદ ૧૫ કર્મભૂમિના મનુષ્ય ૩૦ અકર્મભૂમિના મનુષ્ય
પ૬ અંતર્લીપના મનુષ્ય
કુલ ૧૦૧ પ્રકાર થાય વળી મનુષ્યો પણ ગર્ભજ તથા સંમૂચ્છિમ બે પ્રકારે છે. તેથી ૧૦૧ ગર્ભજ તથા ૧૦૧ સંમૂચ્છિમ, કુલ ૨૦૨ થયા. વળી ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા તથા અપર્યાપ્તા એમ બે પ્રકારે તથા સંમૂચ્છિમ મનુષ્યો માત્ર અપર્યાપ્તા હોય છે. તેથી કુલ મનુષ્યના ૩૦૩ ભેદ થાય.
૧૦૧ પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય ૧૦૧ અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય
૧૦૧ અપર્યાપ્તા સંમૂચ્છિમ મનુષ્ય
કુલ ૩૦૩ ભેદ થાય. પ્રશ્ન :- સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં હોય છે અને કેવા હોય છે?
ઉત્તર :- સંમૂચ્છિમ મનુષ્યો ગર્ભજ મનુષ્યોના મળ-મૂત્ર, બળખો, નાસિકાનો મેલ, વમન, પરુ, લોહી, વીર્ય, પિત્ત, શ્લેષ્મ, થુંક, પરસેવો,