________________
મનુષ્યલોક
(મનુષ્ય) ચૌદ રાજલોકમાં ઉપર ઊર્ધ્વલોક છે, નીચે અધોલોક છે, મધ્યમાં તિષ્ણુલોક છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે તિસ્કૃલોક છે.
તિષ્ણુલોકનું વર્ણન - તિથ્યલોકની મધ્યમાં ૧ લાખ યોજન લાંબો પહોળો વર્તુળાકારે જંબુદ્વીપ છે.
તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો ધાતકી ખંડ છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો કાળોદધિ સમુદ્ર છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો પુષ્કરવર સમુદ્ર છે.
આમ અસંખ્ય દ્વીપ-સમુદ્રો જાણવા. છેલ્લો દ્વિીપ સ્વયંભૂરમણ દ્વીપ છે. તેને ફરતો છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. (પૃ. ૧દનું ચિત્ર જુઓ.)
મનુષ્યલોક -પુષ્કરવરદીપની મધ્યમાં વર્તુળાકારે માનુષોત્તર પર્વત આવેલ છે. ત્યાં સુધીના ક્ષેત્રને મનુષ્યલોક કહેવાય છે. મનુષ્યલોકમાં અઢીદ્વીપ (જંબુદ્વીપ, ધાતકી ખંડ, પુષ્કરવર દ્વીપ અડધો) અને બે સમુદ્ર (લવણ સમુદ્ર, કાળોદધિ સમુદ્ર) આવેલ છે. (પૃ. ૧૭નું ચિત્ર જુઓ.)
મનુષ્યલોકનો વિસ્તાર (મધ્યમાં) | જંબુદ્વીપ
૧ લાખ યોજન બે બાજુ થઈને લવણ સમુદ્ર
૪ લાખ યોજન બે બાજુ થઈને ધાતકી ખંડ
૮ લાખ યોજન બે બાજુ થઈને કાળોદધિ સમુદ્ર ૧૬ લાખ યોજન બે બાજુ થઈને પુષ્કરવર દ્વીપ (અડધો) ૧૬ લાખ યોજન બે બાજુ થઈને
૪૫ લાખ યોજના