________________
૬ પર્યાપ્તિ
સાધારણ વનસ્પતિકાયને ઓળખવાનાં લક્ષણો (૧) સાંધા, પર્વ, નસો ગુપ્ત હોય. (૨) કાપતા સરખા ભાગ થાય. (૩) કાપીને વાવીએ તો પણ ફરીથી ઉગે.
પર્યાપ્તા:- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને જ મરવાના હોય તે પર્યાપ્તા.
અપર્યાપ્તા - સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય અથવા પૂર્ણ કર્યા વિના જ મરી જવાના હોય તે અપર્યાપ્તા.
પર્યાપ્તિ :- પુદ્ગલના સંચયથી ઉત્પન થયેલ પુદ્ગલને ગ્રહણ કરવાની તથા પરિણાવવાની શક્તિ.
પર્યાપ્તિ ૬ પ્રકારની છે. (૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી આહારના પુદ્ગલોને જીવ ગ્રહણ કરે અને તેને ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ.
(૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસ રૂપે પરિણાવેલ પુદ્ગલોમાંથી સાત ધાતુ રૂપ શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ.
(૩) ઈન્દ્રિયપયપ્તિ - જે શક્તિથી જીવ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવે તે ઈન્દ્રિયપર્યાપ્તિ.
(૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે અને તેનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ.
(૫) ભાષાપતિ :- જે શક્તિથી જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને ભાષા રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ.
(૬) મન:પયતિ :- જે શક્તિથી જીવ મનો વર્ગણાના પગલોને