________________
૧૪
પદાર્થ પ્રકાશ ભાગ-૧
આત્મકલ્યાણને જીવ સાધી શકે છે. માટે જ આત્મકલ્યાણના માર્ગમાં પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ અત્યંત ઉપયોગી છે.
- પ.પૂ. સિદ્ધાંતમહોદધિ કર્મશાસ્ત્રવિશારદ સુવિશાલશ્રમણગચ્છાધિપતિ સ્વ. આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા એટલે ન્યાય-વ્યાકરણ આગમ વગેરે સાથે પ્રકરણ, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, આગમાદિ શાસ્ત્રોના જ્ઞાનનો વિશાળ સાગર. જીવનભર શ્રુતનું પરિશીલન એ તેમનો મુખ્ય ખોરાક હતો. છેલ્લી અવસ્થામાં નૂતન કર્યસાહિત્યના ગ્રન્થનિર્માણના કાર્યોમાં પ્રેસ કોપીઓના લખાણનું વાંચન એકરસ થઈ કરતા અને જ્યારે એ પાના પૂરા થઈ જતા ત્યારે ‘ભાઈ મારો ખોરાક ખલાસ થઈ ગયો છે. નવો ખોરાક લાવો.” એ ઉદ્ગાર કાઢતા જે એમના શબ્દો હજી આજે પણ જાણે કાનમાં ગુંજી રહ્યા છે. વર્ષો સુધી દરરોજ મધ્યરાત્રે ઉઠીને કલાકો સુધી કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિ વગેરેના પદાર્થોનું પૂજ્યશ્રી ચિંતન-મનન કરતા હતા. અનેક સાધુ ભગવતો તથા ગૃહસ્થોને પૂજ્યપાદશ્રીએ કર્મગ્રંથકર્મપ્રકૃતિ આદિનું અધ્યાપન કરાવેલ છે. તથા આગમોની વાચનાઓ આપેલ છે.
પૂજ્યપાદશ્રીની વિશિષ્ટતા એ હતી કે પ્રકરણ ગ્રંથો, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ આદિનું અધ્યાપન પુસ્તકના આધાર વિના લગભગ મૌખિક જ કરાવતા. પદાર્થો તેમને એટલા બધા રૂઢ થઈ ગયેલાં.
મારા પરમ સદ્ભાગ્યે સ્વ. પૂજ્યપાદશ્રીની પરમ કૃપાથી, પૂજ્યપાદ પ્રગુરુદેવ વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી (તે સમયે પૂજ્ય મુનિ શ્રીભાનવિજયજી) મહારાજાની વૈરાગ્યવાણીના સિંચનથી તેમજ પૂજ્યપાદ ગુરુદેવ સમતાસાગર પંન્યાસજી શ્રીપદ્મવિજયજી ગણિવરશ્રી (તે સમયે પૂ. મુનિ શ્રીપદ્મવિજયજી મ.)ની પ્રેરણાથી સંયમ જીવનની સુભગ પ્રાપ્તિ થઈ. સંયમજીવનમાં ગ્રહણશિક્ષા તથા આસેવન શિક્ષાની પ્રાપ્તિ પણ