Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 13
________________ પદાર્થ પ્રકાશ ભાગ-૧ ૧૩ આવા અનેકવિધ પ્રકરણ ગ્રંથો આજે મોજૂદ છે. આમાંથી જૈન સિદ્ધાંતમાં પ્રવેશ કરવા માટે જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લઘુસંગ્રહણી એ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રન્થ, ક્ષેત્રસમાસ, બૃહત્ સંગ્રહણી આદિનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. આનો અભ્યાસ આજે પણ જૈન સંઘમાં સારો પ્રચલિત છે. જે સાધુ ભગવંતો પાસે સંસ્કૃત ભાષાનો તથા તર્કસંગ્રહસિદ્ધાંતમુક્તાવલિ વગેરે ન્યાયના ગ્રંથોનો બોધ છે એની સાથે ઉપરોક્ત પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથાદિનો બોધ છે તેવા સાધુઓ આગમના વાંચનમાં ખૂબ સરળતાથી પ્રવેશ કરી શકે છે. આ પ્રકરણના બોધના અભાવવાળા સાધુ ભગવંતો વ્યાકરણ ન્યાયનો ઘણો સારો બોધ હોવા છતાં આગમ વાંચનમાં સારી રીતે પ્રવેશ કરી શકતા નથી, તેમજ તેના યથાર્થ રહસ્યોને મેળવી શકતા નથી. આમ પ્રકરણ ગ્રંથોના બોધના અભાવે ગણધર ભગવંતો, પૂર્વધરો વગેરે દ્વારા રચિત આગમ શસ્ત્રોના હાર્દથી આપણે વંચિત રહી જઈએ. જે સાધુ ભગવંતો આગમના અધ્યયનને કરી શકતા નથી તથા સાધ્વીજી' મહારાજો તથા ગૃહસ્થો આગમ વાંચનના અધિકારી નથી તેઓ પણ પ્રકરણ ગ્રંથોના અભ્યાસથી શાસ્ત્રીય પદાર્થોના સારા જ્ઞાની બની શકે છે. આના બોધથી જૈન શાસન ઉપર શ્રદ્ધા મજબૂત બને છે. આજના કાળમાં વિજ્ઞાનની અનેકવિધ ચમત્કારિક શોધોથી પણ પ્રકરણ ગ્રંથોનો જ્ઞાતા અંજાઈ જતો નથી કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થતો નથી. તેથી આત્મપરિણતિ પણ વિશુદ્ધ બનતી જાય છે. જીવનમાં વિનયગાંભીર્ય, સહનશીલતાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. આચારપાલનમાં પણ દઢતા આવે છે. વૈરગ્યનો વિકાસ થાય છે. પરિણામે સુંદર ૧. સાધ્વીજી મહારાજોને હાલમાં આચારાંગ સૂત્ર સુધીના જ યોગોહન હોઈ આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ સિવાય બીજા આગમોના વાંચનનો હાલમાં અધિકાર નથી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104