Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 394 દ્વાર ૧૩૩મું - વસતિશુદ્ધિ દ્વાર ૧૩૩મું - વસતિશુદ્ધિ વસતિના 7 મૂળગુણ છે - (1) પૃષ્ઠવંશ - ઉપરનું તીરછું લાકડું. તેને મોભ કહેવાય. (2-3) ર મૂલધારિણી - બે મોટા થાંભલા કે જેની ઉપર પૃષ્ઠવંશ રખાય. (4-7) 4 મૂલવેલી - બન્ને મૂલધારિણીની બન્ને બાજુ 1-1 થાંભલો હોય તે. વસતિના આ 7 મૂળગુણ ગૃહસ્થ પોતાની માટે બનાવ્યા હોય તો એ વસતિ સાધુ માટે નિર્દોષ છે. જો વસતિના 7 મૂળગુણ સાધુ માટે બનાવ્યા હોય તો એ વસતિ આધાકર્મી છે. વસતિના ઉત્તરગુણ બે પ્રકારે છે - (1) મૂલોત્તરગુણ - તે 7 છે - (i) વંશક - મૂલવેલીની ઉપર વાંસ રખાય છે તે. (i) કટન - પૃષ્ઠવંશ (મોભ)ની ઉપર તીરછી ચટાઈ વગેરેથી ચારે બાજુથી ઢાંકવું. (ii) ઉત્કંબન - ઉપર કંબિકાઓ (વાંસ કે વેલી)ને બાંધવી તે. () છાદન - ઘાસ વગેરેથી છાપરુ ઢાંકવું તે. () લેપન - દીવાલોને કાદવ કે છાણથી લીંપવી તે. (vi) તારકરણ - બારણું બીજી તરફ કરવું કે નાનું-મોટું કરવું તે. (vi) ભૂમિસમકરણ - વિષમભૂમિને સમ કરવી તે. આ 7 મૂલોત્તરગુણો સાધુ માટે ન કર્યા હોય તો એ વસતિ નિર્દોષ છે. (2) ઉત્તરોત્તરગુણ - (i) દૂમિત - જેમાં કોમળ લેપ વડે દીવાલને કોમળ કરી હોય અને ખડી