Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ (8) ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર (9) કરણકૃત દેશોપશમના અધિકાર કરણકૃત દેશોપશમનાના ચાર પ્રકાર છે - પ્રકૃતિદેશોપશમના, સ્થિતિદેશો પશમના, રસદે શોપશમના અને પ્રદેશદે શોપશમના. ઉપશમનાકરણના પદાર્થસંગ્રહ પછી નિધત્તિકરણ અને નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ છે. ત્યાર પછી ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ છે. ત્યાર પછી નિધત્તિકરણ અને નિકાચનાકરણના મૂળગાથા-શબ્દાર્થ છે. આ પુસ્તકના અધ્યયન દ્વારા ઉદીરણાકરણ-ઉપશમનાકરણનિધત્તિકરણ-નિકાચનાકરણના ગહન પદાર્થોનું જ્ઞાન સરળતાથી થાય છે. આ પુસ્તક દ્વારા એ પદાર્થો સહેલાઈથી કંઠસ્થ થઈ શકે છે, કેમકે આ પુસ્તકમાં પદાર્થોને સંક્ષેપમાં બરાબર સમજાવ્યા છે, બિનજરૂરી વિસ્તાર કર્યો નથી. આ પુસ્તકના અભ્યાસ દ્વારા કર્મપ્રકૃતિના ગૂઢરહસ્યો જાણીને સહુ કોઈ કર્મરાજાની વ્યુહરચનામાંથી આબાદ રીતે છટકી જઈ નિર્વાણનગરી તરફ સંચરે એ જ અંતરની એક અભિલાષા છે. | પરમગુરુદેવ આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પ્રગુરુદેવ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર આ ગુરુત્રયીની કૃપાવર્ષાથી જ આ કાર્ય શક્ય બન્યું છે. એમની કૃપાના બળે જ મોહાધીન એવો હું આજે આ કક્ષાએ પહોંચ્યો છું. એમના ઉપકારોને ફરી ફરી યાદ કરવા સાથે એમના ચરણોમાં અનંતશઃ વંદના કરું છું. આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તેની ક્ષમા યાચું છું. ગુરુદેવ પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજની ૫૦મી સ્વર્ગારોહણતિથિ દિન વિ.સં. 2067, શ્રાવણ વદ-૧૧, ગુરુવારપેઠ, પુના, મહારાષ્ટ્ર પ્રેમ-ભુવનભાનુસૂરિપં. પદ્મવિજયજીના વિનેય આ. હેમચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 298