________________
પાઠ સંપાદનપદ્ધતિ :
અહીં સંપાદનમાં જે સ્તોત્રોની એકથી વધુ હસ્તલિખિત પ્રતિઓ મળી શકી તેમાં તે-તે પ્રતિની સંજ્ઞા સાથે પાઠાન્તરો મૂક્યા છે. જે સંજ્ઞાઓ હસ્તાદર્શ પરિચયમાં આપી છે. ક્યારેક હસ્તપ્રતનો પાઠ સંપૂર્ણતયા પરિવર્તનીય જણાયો, તો ત્યાં હસ્તપ્રતનો પાઠ ટિપ્પણમાં આપ્યો છે. જેથી સ્તોત્ર કંઠસ્થ કરનાર કે સ્તોત્રગાન કરનારને વચ્ચે વિક્ષેપ ન આવે અને મૂળ પાઠ પણ એટલા માટે આપ્યો છે કે વિદ્વાનો અમારો પાઠ અયોગ્ય હોય તો મૂળપાઠ જાણી પણ શકે. કેટલીક હસ્તપ્રતોમાં દંડાદિની અનિયતતા કે અભાવ હોય છે. અહી પધાર્થે એક દંડ અને પદ્યાન્ત બે દંડની વ્યવસ્થા તથા પઘાંકોની નિયતતા જાળવી છે. પ્રત્યેક સ્તોત્રમાં પદ્યાન્ત છંદોનામ ટાંક્યા છે. જ્યાં નામ ન હોય ત્યાં પૂર્વ-પૂર્વના છંદની અનુવૃત્તિ જાણવી. જયાં છંદો પરિવર્તિત થયા છે.
ત્યાં જ નામ આપ્યા છે. કયારેક ઉપજાતિ છંદમાં પદ્યો ચાલતા હોય અને વચ્ચે કોઈ ઈન્દ્રવજાદિ છંદ આવી જાય તો પ્રાયઃ જુદો ઉલ્લેખ કર્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org