________________
२१) नेमिजिनद्वात्रिंशिका
ગિરનાર મહાતીર્થની યાત્રા કરીને યાત્રાના આનંદની અભિવ્યક્તિ સ્વરૂપની આ દ્વાત્રિંશિકા અપભ્રંશભાષામાં રચાયેલી છે. યાત્રાનો ઉલ્લેખ કવિશ્રીએ ચાર સ્થળે કર્યો છે.
'अज्जु रैवंतगिरि तुम्ह जउ मिलियउ - २२
'तत्थ गिरि चडवि मइ तुज्झ सिरु नामिउ'- २३ 'रैवंतगिरि सो वि सिवदायगो भेटिउ' - २५
'सिरि रेवयगिरि चडिउय' - २६
મનોહર પ્રાસ, લલિત ગેયતા, મંજુલ પદાવલીઓ દ્વારા આ સ્તોત્ર આહ્લાદક બન્યું છે. સાથે ભક્તહૃદયની ભાવુકતા તો સમગ્ર સ્તોત્રમાં વર્ણવેલી છે જ.
પ્રથમ ૧૭ પદ્યામાં પરમાત્માના ચ્યવનથી આરંભી નિર્વાણ સુધીનું ચરિત્ર તથા પરમાત્માના ચતુર્વિધ સંઘનું ટૂંકમાં વર્ણન કર્યું છે. ૧૮મા પદ્યમાં ચિરસંચિત મનના મનોરથોની વાત કરી છે.
ત્યાર પછીના પદ્યો ભક્તિભાવના ઉલ્લાસથી ભરેલા છે. ‘હે નાથ ! આપે જે ભાવારિગણ જીત્યા છે. તે (ભાવારિગણે) તારા ભક્ત મને જીતી લીધો છે. પ્રભુ ! પશુ પર દયા કરીને તેમને બંધન મુક્ત કર્યા, તેવી રીતે આ સેવક ૫૨ પણ દયા કરીને કર્મબંધથી મુક્ત કરાવો ને !' (૧૯)
પ્રભુ ! તારા દર્શન વિના અનંતકાળ હું ભટક્યો છું (૨૦) પ્રભુ ! તારા શરણે આવીને હવે હું નિશ્ચિંત થઈ ગયો છું. (૨૧) આવી વિનંતીઓ કર્યા બાદ રૈવતગિરિના સ્પર્શનો આનંદ વ્યક્ત કર્યો છે—
'नयणि मणि वयणि तणि अमियरसि रसियउ,
देवतरुधिणु मणि-कुंभ करि वसिय,
जम्म मह पुन्न मह दिविसि मह फलियउ, ' (२२)
ફરી ભક્તહૃદય પ્રભુ પાસે સંવેદનાસભર વિનંતિ કરે છે—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org