________________
२४) रैवतगिरिपञ्चाशिका
પ્રાકૃતભાષાની પ૨ ગાથામાં વર્ણવાયેલી આ પંચાશિકામાં રૈિવતગિરિ અર્થાત્ ગિરનારમહાતીર્થની સુંદર સંસ્તવના કરેલી છે.
ઉજ્જયંતમહાગિરીન્દ્રની સ્તવના માટે પોતાની મતિશક્તિ અલ્પ છે. પરંતુ પોતાના હૃદયમાં ભક્તિ ખૂબ છે માટે સ્તવના કરી છે. એવું દર્શાવીને સ્તોત્રનો આરંભ થયો છે.
૧૧થી ૧૬ ગાથામાં ગિરનારમંડન શ્રીનેમિનાથ પ્રભુની સ્તુતિ ત્રિભુવન’ શબ્દની પરંપરા દ્વારા કરવામાં આવે છે. તેમાં ૧૬માં પદ્યમાં વિરોધાલંકારમય સ્તવના છે. ‘મતિ વિરપુલ્વરવો, ૩યાં પિત્ત વેડું ”
ગિરનારગિરિરાજને વહાણનું સુંદર રૂપક આપ્યું છે– ‘एवं रेवयपव्वयपोयं सिरिनेमिकन्नधारजुयं । सहियं तरेह तुरियं भवभवत्थाहअन्नवं भविया ! ॥२०॥'
ગિરનાર ગિરિરાજ પોત છે. તેના કર્ણધાર છે શ્રીનેમિનાથ પ્રભુ, જે ભવિક આ પોત પર આરૂઢ થાય છે. તે અથાગભવસમુદ્રથી તુરંત પાર પામી જાય છે.
૨૧માં પદ્યમાં પરમાત્માના કલ્યાણક માટે થયેલો “છવય' = ઉત્સવશ્રેય શબ્દપ્રયોગ નોંધપાત્ર છે.
મોહવિપક્ષના યુદ્ધમાં વિજય માટે ગિરનારરૂપી ગજરાજ પર આરૂઢ થવાનો ઉપદેશ સર્વતોમુખી રૂપક યુક્ત છે.
'तो रेवयगयरायं दढपायं पज्जऽवज्जसुंडायं । उदयत्थमंतकरगुणलंबंतरविंदुघंटायं ॥३९॥ पज्जुन्न-संबजोहं निज्जरमयजल-वणस्सईगुडियं । जिणगिहकुटुं रुहिउं, जिणेह मोहविपक्खं' ॥४०॥
પદ્ય ૪૧થી ૪૭ સુધી ગિરનાર પર થયેલા ઐતિહાસિક પ્રસંગોનો નામનિર્દેશ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org