________________
४२ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः (૫) કોટારામપૂરમંડન ચન્દ્રપ્રભ જિનાષ્ટક–૧૮૭૪ (આ અષ્ટક કોટારામ નગરમાં ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠાના દિવસે (=વૈશાખ સુદ૮, ગુરુવાર) રચાયું છે. આ પ્રતિષ્ઠા પુષ્યનક્ષત્રમાં થઈ હતી. પ્રસ્તુત સ્તોત્રમાં ચંદ્રપ્રભ સ્વામીના પાંચ કલ્યાણકોની તીથીઓનો ઉલ્લેખ છે.)
(૬) શિખરગિરિઅષ્ટક–૧૮૭૯ (મહા વદ-૭) (અહીં કવિશ્રીએ પોતાનું “મેઘચન્દ્ર નામ પ્રયોજયું છે. તે આનંદવલ્લભજીનું જ અપનામ છે? કે મેઘચંદ્રજી તેમના કોઈ ગુરુભાઈ છે?).
(૭) શિખરગિરિવંદન (૮) શિખરગિરિસ્તુતિ(જેમાં જિન સૌભાગ્યસૂરિજીનો ઉલ્લેખ છે.) (૯) શિખરગિરિતીર્થપતિસ્તુતિ. (૧૦) જિનકુશલસૂરિસ્તુતિ.
(૧૧) બટુકાષ્ટક-(આ બટુકભૈરવ ગંજીમનગરના શ્રી નેમિનાથ જિનાલયમાં ક્ષેત્રપાલ તરીકે બિરાજમાન છે.)
(૧૨) ચંપાપૂરીમંડન વાસુપૂજ્યજિનવંદન. (૧૩) સમેતશિખરજિનવંદન. " (૧૪) ગંજેજીમમંડન નેમિનિસ્તુતિ.
(૧૫) સીમંધરજિનસ્તુતિ. (આ સ્તુતિ શાર્દૂલ, છંદમાં છે સામાન્યતઃ શાર્દૂલ, ચતુષ્પદી છંદ છે. પરંતુ અહીં તેના છ પદ પ્રયોજીને પપ્પદી બનાવી છે.)
ઉપર્યુક્ત ૭મા સ્તોત્રથી કવિશ્રીએ પોતાનું નામ કે રચનાકાળનો ઉલ્લેખ કર્યો નથી. તથા ૧૪મા ક્રમાંકની સ્તુતિ નેમિનાથ પરમાત્માની છે. તેથી સ્તોત્ર ક્રમાંક (૧૦)માં સમાવિષ્ટ કરી છે. આ નેમિનાથ પરમાત્માની સ્તુતિ સિવાયના સર્વ સ્તોત્રો પરિશિષ્ટમાં આપેલા છે.
આ સ્તોત્રોના ઉલ્લેખો પ્રમાણે વિચારીએ તો આનંદવલ્લભજી વિષે આ પ્રમાણે માની શકાય–સં. ૧૮૨૬માં તેઓ ગુજરાતમાં આવ્યા હતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org