________________
રૂ) માર્થા મીરતવા આ સ્તોત્રનું ‘નેfમનનવિંશિકા' એ અપરનામ તેના ૩૨ પદ્યો હોવાના કારણે છે. પરંતુ સ્તોત્રમાં પિંડસ્થાદિ ધ્યાન વગેરેનું વર્ણન હોવાથી આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરથી પ્રાપ્ત પ્રતના મથાળાને તથા તે પ્રતમાં મળતા ૩૩માં પદ્યના ઉલ્લેખને પ્રાધાન્ય આપ્યું છે.
“સદનેનાત્મતે નસો તમોમય માં સદ્ધર' (પદ્ય-૨)થી પરમજ્યોતિસ્વરૂપ પરમાત્માને તમથી ઉદ્ધાર કરવાની વિનંતિ કરીને સ્તોત્રની શરૂઆત કરી છે. આ તસ્ કયો ? તે પણ પદ્ય-પમાં જણાવે છે “નોરંતિમ.' અહીં પણ પરમાત્માને તેમના ‘
વિયHદમ્'નું દાન કરવાની વિનંતિ છે. આ પરમબ્રહ્મજ્યોતિને સર્વવિશ્વમય દર્શાવીને “એ જ્યોતિ સર્વત્ર હોવા છતાં મારા મોહાંધકારને દૂર શા માટે નથી કરતી?” એ પ્રશ્ન પ્રભુ સન્મુખ વ્યક્ત કર્યો છે. (પદ્ય-૧૯) અંતે પણ પરમાત્મા પાસે એક માત્ર “પરં મહત્ની જ યાચના કરી છે.
नाऽर्थयेऽन्यद् विभो ! किञ्चिद् याचे त्वामेतदेव हि। समुल्लसतु मच्चित्ते, त्वत्प्रसादात् परं महः ॥३०॥
પદ્ય-૬ પ્રભુના ધ્યાનને સંસારસાગરથી પાર ઉતારનાર યાનપાત્ર જણાવે છે. ત્યારબાદ ધ્યાન માટે આવશ્યક ચિત્તશાંતિ માટે પરમાત્માને વિનંતિ કરી છે. “મદોદ્ધત, કદાગ્રહી, તૃષ્ણાથી તરલ અને સ્મરતાપથી વિહલ મારા સ્વાન્તને પ્રભુ! તારું ધ્યાનામૃતસ્નાન શાંતિ પમાડે.” (પદ્ય ૭-૮) અહીં ધ્યાનને જે અમૃતોપમા આપી તે ઉપમા અનાહતનાદને આપી છે. (પદ્ય-૧૦) ત્યારબાદ ક્રમશઃ પિંડસ્થ, પદસ્થ, અને રૂપસ્થ ધ્યાનનું સંક્ષિપ્ત સ્વરૂપદર્શન (પદ્ય-૧૧થી ૧૪) કરાવીને શુક્લધ્યાનના ચાર પ્રકાર દર્શાવ્યા છે. (પદ્ય ૧૫-૧૬)
તત્વજ્ઞપુરુષોને માન્ય પરમાત્માનું પરમાર્થસ્વરૂપ—“નિરીર નિરાધાર, નિરાહાર, નિર' દર્શાવ્યું છે. (પદ્ય-૧૮) સાથે જે કોઈ પણ નિષ્કર્મ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org